Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત

આજે થનારી મેચ માટે BCCIએ એક જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા

બંને ટીમો વર્લ્ડકપ ૨૦૨૩ની ૨-૨ લીગ મેચ જીતીને અમદાવાદ પહોંચી છે ત્યારે બંને ટિમ અજેય રહેવા પ્રયત્ન કરતી જાેવા મળશે.

અમદાવાદ,તા.14
BCCIએ જાહેરાત કરી છે કે, સિંગર અરિજીત સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી ધમાલ મચાવશે. આ ખાસ સેરેમની બપોરે ૧૨.૩૦ કલાકે શરુ થશે. અમિત શાહ, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને રજનીકાંત સહિતના સ્ટાર્સ પણ આ મેચ જાેવા સ્ટેડિયમમાં પહોંચશે.

સેરેમની પહેલા સવારે ૧૦ વાગ્યાથી દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. દર્શકો પોતાની સાથે દવા, પર્સ, મોબાઈલ, ટોપી લઈ જઈ શકશે. વનડે વર્લ્ડકપની સૌથી વધુ રાહ જાેવાઇ રહેલ ભારત-પાકિસ્તાન મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી હતી. ૧૨ ઓક્ટોબરના બપોરે દિલ્લીથી ટીમ અમદાવાદ પહોંચી હતી. શુકવારે ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પ્રેક્ટિસ કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમ ૧૫ ઓક્ટોબર બપોર સુધી અમદાવાદમાં રોકાશે.

બંને ટીમો વર્લ્ડકપ ૨૦૨૩ની ૨-૨ લીગ મેચ જીતીને અમદાવાદ પહોંચી છે ત્યારે બંને ટિમ અજેય રહેવા પ્રયત્ન કરતી જાેવા મળશે. ૧૯૯૨, ૧૯૯૬, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૧૧, ૨૦૧૫ અને ૨૦૧૯ના વર્લ્ડકપની મેચોમાં ભારતે પાકિસ્તાનને હાર આપી છે. હવે ૨૦૨૩ના વર્લ્ડકપમાં પણ ભારત પોતાનો જીતનો રેકોર્ડ કાયમ રાખવા માંગશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *