Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ૨૧મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટસમેન તરીકે પસંદગી

ન્યુ દિલ્હી,
સચિન તેંડુલકર અને ગ્રેટનેસ એક બીજાના પર્યાય છે. ભારતીય ક્રિકેટને નવી ઉંચાઈઓ પર લઈ જનાર માસ્ટર બ્લાસ્ટર નિવૃત્તિ પછી પણ તેના ચાહકોમાં આગવુ સ્થાન ધરાવે છે.

સચિનને ક્રિકેટમાંથી રિટાયર થયે આઠ વર્ષ થઈ ગયા છે પણ સચિનનો દબદબો કાયમ છે. એક સ્પોર્ટ ચેનલ દ્વારા તેંડુલકરની ૨૧મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટસમેન તરીકે પસંદગી કરવામાં આવી છે. સચિનને શ્રીલંકાના મહાન બેટસમેન સંગાકારા તરફથી ટક્કર મળી હતી. બંનેને એક સરખા પોઈન્ટ મળ્યા હતા પણ જ્યૂરીના સભ્યોએ સચિનના પક્ષમાં વધારે મત આપ્યા હતા.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ વચ્ચે ચેનલ દ્વારા તેની જાહેરાત શનિવારે કરવામાં આવી હતી. ૨૧મી સદીના સૌથી મહાન ટેસ્ટ બેટ્‌સમેન ઉપરાંત, બોલર, ઓલરાઉન્ડર અને કેપ્ટનની ચાર કેટેગરીમાં પસંદગી કરવાની હતી. બેટસમેનની કેટેગરીમાં સચિન સાથે સ્ટીવન સ્મિથ, સંગાકારા અને જેક કાલિસ સામેલ હતા. પસંદગી માટેની જ્યૂરીમાં સુનિલ ગાવાસકર, ઈયાન બિશપ, હરભજન, શેન વોટસન, સ્ટાયરસ, ગૌતમ ગંભીર જેવા ખેલાડીઓની સાથે દુનિયાના પત્રકારો, વિશ્લેષક અને એન્કરનો સમાવેશ થતો હતો. તેમણે સચિન પર પસંદગી ઉતારી હતી.

સચિનના નામે ટેસ્ટમાં ૫૧ સદી અને સૌથી વધારે રનનો રેકોર્ડ છે. સચિન એક માત્ર એવો પ્લેયર છે જેણે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં ૧૦૦ સદી ફટકારી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *