Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

પ્રિન્સ પાર્થ ફિલ્મના બેનર હેઠળ ગુજરાતી ફિલ્મ “બખડ જંતર”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

આ ફિલ્મ જયેશ ત્રિવેદી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે, જેમણે પોતાના અનુભવનો તમામ નિચોડ આ ફિલ્મમાં નાંખી દીધું છે.

ગુજરાતી ફિલ્મ “બખડ જંતર”નું જોરદાર પ્રીમિયર તારીખ 13/10/23ના રોજ નિર્માતા શૈલેષ શાહ તેમજ “પ્રિન્સ પાર્થ ફિલ્મ”ના બેનર હેઠળ જોરદાર ફેફસા ફાડ કોમેડી ફિલ્મ “બખડ જંતર”નું જોરદાર પ્રીમિયર ઘણા બધા માનનીય તમામ કલાકારોની હાજરીમાં રિલીઝ કરવામાં આવ્યું.

“પ્રિન્સ પાર્થ ફિલ્મ”ના શૈલેષભાઈ શાહ છેલ્લા એક દશકથી ગુજરાતી ફિલ્મના નિર્માણ ક્ષેત્રે આગળ પડતા રહ્યા છે, તેઓએ અત્યાર સુધીમાં 29 ગુજરાતી ફિલ્મોનું સક્સેસપૂર્વક નિર્માણ કામ કર્યું છે, આ ફિલ્મ જયેશ ત્રિવેદી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે, જેમણે પોતાના અનુભવનો તમામ નિચોડ આ ફિલ્મમાં નાંખી દીધું છે.

આ ફિલ્મની કથા એટલે કે, સ્ટોરી સંજયભાઈ રાજપૂતની લખેલ છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો શરદ શર્મા, નયન શુક્લા, કાર્તિક રાષ્ટ્રપાલ, જયદીપ શાહ, સૌરભ રાજ્યગુરુ, નિત્યા માકડીયા, કોમલ પંચાલ, પ્રકાશ મંડોલા, કૌશિકા પરમાર તથા બ્રિજેશ સોલંકી આ તમામ કલાકારોએ અભિનયના અજવાળા પાથરેલ છે. આ તમામ કલાકારો તેમની અધિકારીની દુનિયામાં અગ્રેસર નામ ધરાવે છે, ઉપરાંત “પ્રિન્સ પાર્થ ફિલ્મ”ની મજબૂત ટેકનિકલ ટીમ જેવા કે, અમર વ્યાસ, (ડીઓપી) ધર્મેશ ચાકડીયા, (એડિટર) સંજય રાજપૂત, (પ્રોડક્શન કંટ્રોલર) નિશિત પારેખ, (પ્રોડક્શન મેનેજર) ધર્મેશ પટેલ, (લાઈટ ડિઝાઇનર) અનિલ પટેલ, (ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર) કમલેશભાઈ, (મ્યુઝિક) દીપક તુરી, (કોરિયોગ્રાફર) તથા ઇલિયાસ શેખ, (ફાઇટ માસ્તર) વિગેરે ટેકનિકલ તમામ વ્યક્તિએ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે.

આ ફિલ્મમાં ગીત સંગીત કૃતાર્થ તડાવિયાનું છે. આ ફિલ્મમાં શૈલેષભાઈને પ્રોડ્યુસર તરીકે અનિલભાઈ પટેલનો પૂરતો સાથ સહકાર મળેલ છે. ગુજરાતી ફિલ્મના બદલાતા જમાનામાં ફિલ્મ “બખડ જંતર”એ એક કોમેડીની દુનિયામાં માઈલસ્ટોન સાબિત થશે…..

આ ફિલ્મના પ્રીમિયરમાં ફોટોગ્રાફીની જવાબદારી જયેશ વોરાએ નિભાવી હતી, તમામ ટેકનિકલ ટીમને જોડાયેલ દરેક વ્યક્તિને ખૂબ ખૂબ અભિનંદન….

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *