Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન અમદાવાદ

કશિશ રાઠોરનું “સ્વરાલય ધ ક્લબ” આલ્બમ વેલેન્ટાઈન્સ ડે પર લોન્ચ કરવામા આવ્યું

(રીઝવાન આંબલીયા)

યુ ટ્યુબ ચેનલ કશિશ રાઠોર પર એક ખૂબ સુંદર, હિટ ગીતોનુ કવર મેશઅપ “કિશોર કુમાર રોમેન્ટિક મેશઅપ” લોન્ચ થયુ.

અમદાવાદ,

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો અત્યારનો ર્સૌથી જાણીતો અને માનિતો ચેહરો એટલે કે, કશિશ રાઠોરને આપ સૌ એક્ટર અને પ્લેબેક સિંગર તરીકે જાણો જ છો. આ વેલેન્ટાઈન્સ ડે પર તેમની પોતાની યુ ટ્યુબ ચેનલ કશિશ રાઠોર પર એક ખૂબ સુંદર, હિટ ગીતોનુ કવર મેશઅપ “કિશોર કુમાર રોમેન્ટિક મેશઅપ” લોન્ચ થયુ.

કશિશ રાઠોરે પોતે ગાયેલુ ને પોતે અભિનય કરેલ આ ડ્રાઇવ મેશ અપમાં કિશોર કુમારના ગીતો પસંદ કરવા બાબતે એ જણાવ્યુ કે, કિશોરદાના ગીતોમાં એક એક નોટમાં પ્રેમ છે જે તમારા દિલને સ્પર્શ કરી જતો હોય છે.

કશિશ રાઠોરનું આ આલ્બમ “સ્વરાલય ધ ક્લબ” અને રાહી રાઠોર દ્વારા 14મી ફેબ્રુઆરીના દિવસે લોન્ચ કરવામા આવ્યું હતું. જેમાં લોકનેતા ઝૈનુલ અંસારી, સુપ્રસિદ્ધ અરવિંદ વેગડા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાથી નિર્માતા દિગ્દર્શક હાર્દિક શાહ, અખિલ કોટક, વિવેક શાહ તથા ફારૂન દાસ્તાન, હીરાલાલ દાદા, દેવાભાઇ ઓરિયન્ટ જેવા સમાજ સેવકો તેમજ ફિલ્મ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

જેન ઝી સ્ટાર કશિશ રાઠોરના ગીતોની મજા માણવા આજે જ સબ્સ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલ કશિશ રાઠોર