Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

દેવીનીલ ફિલ્મ પ્રોડકશનની સત્ય ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ “મુખી”

(રીઝવાન આંબલીયા)

દેવીનીલ ફિલ્મ પ્રોડકશનની આગામી ગુજરાતી ફિલ્મ “મુખી” સત્ય ઘટના પર આધારિત છે.

🎬ગુજરાતી ફિલ્મ “મુખી”ના નિર્માતા હસ્વીનકુમાર પટેલ અને સહનિર્માતા સવજીભાઈ સતાણી (અશોક સાઉન્ડ બોટાદ) છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા જીત ઉપેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે આ એક એવા અભિનેતા છે જે બોલીવુડમાંથી ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરી રહ્યા છે… જ્યારે અન્ય સાથી કલાકારોમાં શુભલક્ષ્મી, ક્રિષ્ના ઝાલા, હિમાંશુ તૂરી, કરિશ્મા ખોજા અને વિલનની ભૂમિકામાં દિલીપ સોની અભિનય કરી રહ્યા છે. સાથે જ ગુજરાતી ફિલ્મ અને નાટકના જાણીતા અભિનેતા બિમલ ત્રિવેદી, ઈશ્વર સમીરકર, સૂર્યકીરણ રાવત અને જ્યેન્દ્ર મેહતા મહેમાન કલાકાર તરીકે અભિનય કરી રહ્યા છે.

“મુખી” ફિલ્મની વાર્તા નિર્માતા હસ્વીનકુમાર પટેલના પિતાજી કે, જેઓ ગામના મુખી હતા અને તેઓએ દારૂબંધી વિશે લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું અને તેમાં તેમને કેટલીક મુશ્કેલીઓ આવી હતી તેવી સત્યકથા પર આધારિત આ ફિલ્મ છે.

આ ફિલ્મના દિગ્દર્શક કલ્પેશ દેસાઈ છે જેઓ ગુજરાતી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક છે. સાથે જ કેમેરામેન મુસ્તુફા મલિક અને  સંગીત કલીમ શેખનું છે જ્યારે ગીતકાર કાંતિ પટેલ છે.

આ ફિલ્મ ગુજરાતી દર્શકોને ૧૯/૦૪/૨૪ એટલે કે, આજથી સીનેમાઘરોમાં જોવા મળશે તેમ નિર્માતા હસ્વીનકુમાર પટેલે જણાવ્યું હતું.

તો સહકુટુંબ ફુલ ફેમિલી સાથે માણવા લાયક સુંદર મજાની ગુજરાતી ફિલ્મ છે તો bookmyshow પર જલ્દીથી બુક કરી લેશો ફરીથી ફિલ્મ સાથે સંકળાયેલ તમામ ટીમ વર્ગને ખૂબ ખૂબ અભિનંદન…પાઠવીએ છીએ.