Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન” દ્વારા “સક્ષમ ફાઉન્ડેશન”ના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન

“સક્ષમ ફાઉન્ડેશન”ના બાળકોમાં ‘પતંગ’નો ઉમંગ ભરાશે

અમદાવાદ,૨૦
અમદાવાદ શહેરના “ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન”ના ફાઉન્ડર તથા ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અમદાવાદના “સક્ષમ ફાઉન્ડેશન”ના બાળકો માટે ૨૦ એપ્રિલ એટલે આજે બપોરે ૪થી ૬ કલાકે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર “ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન”ના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અનોખી સામજિક પહેલ કરવામાં આવી છે. પતંગ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી ૫૦ ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે, જેથી આ બાળકો ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણી શકે.

આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં “સક્ષમ ફાઉન્ડેશન”ના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભરી દીધો છે.