Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ફિલ્મ ટાઈગર-૩નો સલમાન ખાનનો લૂક જારી કરાયો

દિવાળીમાં ફિલ્મ રીલિઝ થાય તે પૂર્વે યશરાજ ફિલ્મ્સે જારી કરેલી સલમાનની આ નવી તસવીરમાં તે હાથમાં ચેઈન સાથે જાેવા મળે છે.

મુંબઈ,તા.૧૪
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઈગર-૩ને લઈને આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થાય તે પહેલાં જ ફિલ્મ મેકર્સે ફિલ્મમાં સલમાનનો લૂક જારી કર્યો છે. સોશિયલ મીડિયા પર સલમાનના આ લૂકને ફેન્સનો જાેરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

દિવાળીમાં ફિલ્મ રીલિઝ થાય તે પૂર્વે યશરાજ ફિલ્મ્સે જારી કરેલી સલમાનની આ નવી તસવીરમાં તે હાથમાં ચેઈન સાથે જાેવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ ભાઈજાનનો આ લૂક ભારે વાયરલ થયો છે. આ ફિલ્મમાં સલમાન ‘રો’ના એજન્ટની દમદાર ભૂમિકામાં નજરે પડશે. એક પોસ્ટ શેર કરતાં સલમાને લખ્યું છે કે, ટાઈગરનું ટ્રેલર ૧૬ ઓક્ટોબરે બપોરે બે વાગે લોન્ચ કરાશે. ટાઈગર-૩ને હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષાઓમાં રીલિઝ કરાશે.

જણાવી દઈએ કે, ટાઈગર સીરિઝની અગાઉની બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર જબ્બર પ્રતિસાદ સાંપડ્યો હોવાથી સલમાનને અને ફિલ્મના નિર્માતાઓને આ ફિલ્મ સફળ થવાની આશાઓ છે. બોલિવૂડ હંગામાના અહેવાલ પ્રમાણે ફિલ્મ ૧૨ નવેમ્બર એટલે કે, રવિવારનાં રોજ થિયેટરમાં રિલીઝ થશે. સોમવાર, ૧૩ નવેમ્બરનાં રોજ દિવાળી છે, ત્યારે દિવાળીની રજાનો લાભ લેવા માટે ફિલ્મને રિલીઝ કરવાની ગણતરી છે. જાે કે, ફિલ્મનાં નિર્માતાઓએ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી. સામાન્ય રીતે શુક્રવારે ફિલ્મ રિલીઝ થતી હોય છે.

નિર્માતાઓ કદાચ વિચારતા હશે કે, લોકો સાંજે દિવાળીની પૂજા અને ઉજવણીમાં વ્યસ્ત હશે, તેથી તેનાં એક દિવસ પહેલાં એટલે કે, રવિવારે તેમની પાસે સમય હશે તેથી ફિલ્મ જાેવા જશે. બાકી ઓડિયન્સ તો સોમવારથી જ ફિલ્મ જાેવા જશે. આ સ્ટ્રેટેજી સફળ થશે કે કેમ એ તો ફિલ્મ રિલીઝ થાય પછી જ ખબર પડશે. ફિલ્મને રિસ્પોન્સ સારો મળશે તો તેની આસપાસ ફિલ્મ રિલીઝ કરવાની હિંમત બીજાે કોઇ નિર્માતા નહીં કરે. ફિલ્મમાં શાહરૂખ ખાન સેકન્ડ હાફમાં એન્ટ્રી મારશે અને ટાઇગરને પાકિસ્તાનની જેલમાં છોડાવવા જશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *