Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પ્રેમિકાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, પોલીસે બંને પક્ષોને બોલાવી વિધિ મુજબ લગ્ન કરાવી દીધા

પોલીસ સ્ટેશનમાં લગ્ન સંપન્ન થતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ચિત્રકૂટ,
કહેવાય છે કે, “મિયા બીવી રાઝી તો, ક્યા કરેગા કાઝી..?” હા..! આવી જ એક કહેવત ચિત્રકૂટ જિલ્લામાં જાેવા મળી છે જ્યાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ લગ્ન માટે તૈયાર હતા પરંતુ તેમના પરિવારજનો ઇચ્છતા ન હતા કે, સંબંધ થાય. પછી શું થયું..? પ્રેમિકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે બંને પક્ષોને બોલાવી પોલીસ સ્ટેશનને મંડપમાં ફેરવી દીધું હતું. પોલીસકર્મીઓ લગ્નમાં મહેમાન બન્યા અને પછી પંડિતને બોલાવીને પોલીસ સ્ટેશનમાં જ વિધિ મુજબ લગ્ન કરાવી દીધા.

આ લગ્ન જિલ્લામાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. આ મામલો માણિકપુર પોલીસ સ્ટેશન હેઠળના દારાઈ ચુરાહ કેશરુવા ગામનો છે. નીરજ અને પ્રભાનું અફેર હતું. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવા માંગતા હતા. બંને વચ્ચેના સંબંધો નિશ્ચિત હતા. લગ્ન એ જ વર્ષે શિયાળાની ઋતુમાં થવાના હતા, ત્યાં સુધીમાં છોકરીના પિતાએ તેના લગ્ન બીજે કરી દેવાનું મન બનાવી લીધું હતું. આવી સ્થિતિમાં યુવતીએ માનિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રીટા સિંહે પરિવારના સભ્યો સાથે વાત કરી અને કહ્યું કે, બંને પુખ્ત છે અને તેમના માતા-પિતા, પરિવાર અને સ્થાનિક લોકોને પોલીસ સ્ટેશન બોલાવીને સાંત્વના આપી હતી. બંને પક્ષો લગ્ન માટે સંમત થયા, અને પછી થયું એવું કે, પોલીસ સ્ટેશનના વડાએ પોલીસ સ્ટેશનના શિવમંદિરમાં બંનેનો મંડપ સજાવ્યો અને પંડિતને બોલાવીને હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન સંપન્ન થયા.

પોલીસ સ્ટેશનમાં લગ્ન સંપન્ન થતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો. દંપતીને સુખી જીવનની શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી હતી. વરરાજા નીરજે લગ્ન પછી કહ્યું, ‘છોકરીનો પરિવાર લગ્ન માટે તૈયાર નહોતો. યુવતીએ ઘરે આવીને કહ્યું કે, લગ્ન આજે જ કરવાના છે. ત્યારબાદ અમે બંને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને સમગ્ર ઘટના જણાવી. તેમણે અમારા લગ્ન કરાવ્યા. અમે આ લગ્નથી ખૂબ જ ખુશ છીએ.

 

(જી.એન.એસ)