Safeer News

Breaking News from Ahmedabad

દેશ

Bilkis Bano Case : સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, ગુજરાત સરકારનો નિર્ણય બદલી દોષીઓની સજા માફી રદ કરી

સુપ્રીમ કોર્ટે સોમવારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતને સમય પહેલાં મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો.


ગુજરાત રમખાણો પીડિત બિલ્કીસ બાનો પર 11 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ગુજરાત સરકારે આ આરોપીઓને માફી આપી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપતા આ આરોપીઓની મુક્તિ રદ કરી દીધી છે.

જસ્ટિસ બીવી નાગરથના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. આ મામલામાં બિલ્કીસ બાનોએ પોતે ગુનેગારોને આપવામાં આવેલી સજામાં માફીને પડકારતી અરજી દાખલ કરી હતી. તેમની અરજી ઉપરાંત ગુજરાત સરકારના નિર્ણયને પડકારતી અનેક પીઆઈએલ (PIL) પણ દાખલ કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે, મહિલાઓનું સન્માન મહત્વનું છે, પીડિતાના અધિકારો મહત્વપૂર્ણ છે અને મહિલા સન્માનની હકદાર છે. શું મહિલાઓ સામેના જઘન્ય અપરાધોમાં ઈમ્યુનિટી આપી શકાય..?