Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત અમદાવાદ

ગુજરાતમાં સૌપ્રથમવાર “INDI KARTING AHMEDABAD” દ્વારા એક કાર રેસિંગનું આયોજન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલિયા)

GOKARTING COMPETITION IN AHMEDABAD


ગુજરાતમાં સૌપ્રથમવાર “INDI KARTING AHMEDABAD” દ્વારા એક કાર રેસિંગનું આયોજન કરવામાં આવેલ હતું,


તેમના કો-ઓનર છે, શ્રી બ્રિજ મોદી અને સપોર્ટર માટે ઘણી બધી કંપનીઓએ સ્પોન્સરશિપ આપેલ હતી, તેઓએ માહિતી આપી હતી કે, 300થી પણ વધુ લોકોએ આ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ છે.

આ કોમ્પિટિશનમાં 80થી વધુ અલગ અલગ કેટેગરીઓ પણ હતી જેમાં જુનિયર, સિનિયર, ચિલ્ડ્રન, કોર્પોરેટ, ડોક્ટર, વીઆઈપી, સેલિબ્રિટી, એવી ઘણી બધી વ્યક્તિઓએ અલગ અલગ કેટેગરીમાં આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.

આ કોમ્પિટિશનમાં આખી ડિઝાઇનની લીગલ એપ્રુવલ કરેલ હતી, તમામ પ્રકારની સેફ્ટીના સાધનો હાજર હતા, ફાયર, એમ્બ્યુલન્સ, મેડિસિન, મેડિકલ વગેરે તમામ પ્રકારની સુવિધાથી સજ્જ કોઈપણ જાતની ચિંતા કર્યા વગર ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો, અને તેઓને નિહાળવા માટે તેમની ફેમિલીનો એક મોટો વર્ગ ત્યાં હાજર હતો, અને ફેમિલી સિવાયના પણ ધણા બઘા લોકો જેઓ કાર રેસિંગના શોખીન છે, તેવા લોકોને પણ રવિવારની રજામાં ખૂબ મજા પડી ગઈ હતી.

ગુજરાતમાં સૌપ્રથમવાર આટલું મોટું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 50થી પણ વધુ લોકોને અલગ અલગ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્રણ અલગ અલગ પ્રકારની ટ્રોફી રાખવામાં આવી હતી અને અમુક ચિલ્ડ્રન કાર રેસિંગ લોકોને મેડલ પણ એનાયત કર્યા હતા.

આટલું સરસ આયોજન કરવા બદલ તમામ ટીમના વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા….

Photography by : Jayesh Vora