Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ડાયાલિસિસ સેન્ટરનાં લોકાર્પણમાં આમંત્રણ નહીં મળતાં તક્તી પર કાળો સ્પ્રે છાંટ્યો

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પોતાને આમંત્રણ નહીં મળ્યાને લઈ રોષે ભરાયા હોય એમ તક્તી પર કાળો સ્પ્રે છાંટ્યો હતો.

અમદાવાદ,તા.૦૮
અમદાવાદ શહેરમાં વધુ એક નવા  ડાયાલિસિસ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જાે કે, આ કેન્દ્રની શરુઆત થાય એ પહેલા જ થોડોક વિવાદ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનએ પોતાને આમંત્રણ નહીં મળ્યાને લઈ રોષે ભરાયા હોય એમ તક્તી પર કાળો સ્પ્રે છાંટ્યો હતો. ધારાસભ્ય ખેડાવાલાએ લોકાર્પણની તકતી પર જ કાર્યક્રમ શરુ થાય એ પહેલા જ કાળો સ્પ્રે છાંટી દીધો હતો.

ધારાસભ્ય ખેડાવાલાએ પહેલા તો અધિકારીઓ સામે રોષ ઠાલવ્યો હતો અને તુતુ-મૈમૈ કરી હતી. બાદમાં તેઓએ તક્તી પર જ કાળો સ્પ્રે છાંટી દીધો હતો. મેયર પ્રતિભા જૈને કહ્યુ હતુ કે, કોંગ્રેસના લોકોની માનસીકતા જ આ પ્રકારની રહી છે. તેઓની હલકી માનસીકતા રહી છે અને આ રીતે વિરોધ કર્યો છે.

 

 

(જી.એન.એસ)