Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

GLS યુનિવર્સિટીની ફેક્લટી ઓફ કોમર્સ જીએલએસઆઈસી ખાતે 3 દિવસમાં 1200+ વિદ્યાર્થીઓ માટે UNDPના મુવર્સ પ્રોગ્રામનું આયોજન કરાયું

અમદાવાદ,

જીએલએસ યુનિવર્સિટીની ફેક્લટી ઓફ કોમર્સ જીએલએસઆઈસી ખાતે અમદાવાદ ગ્લોબલ શેપર્સ અને ગિવફંડસ દ્વારા 3 દિવસમાં UNDP (યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ ફંડ)ના મુવર્સ પ્રોગ્રામનું 1200થી વધારે વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું. મુવર્સ પ્રોગ્રામ એ વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલોપમેન્ટનું સ્તર વધારવા માટે કાર્યરત છે.

71 મિલિયન યુવાનો બેરોજગાર હોવાનો અંદાજ છે અને તેમાંથી અડધા એશિયા-પેસિફિક ક્ષેત્રમાં રહે છે. યુએનડીપીના સંશોધન મુજબ, આ પ્રદેશમાં યુવાનો તેમના જૂના સમકક્ષો કરતાં સમાન શિક્ષણના સ્તરે બેરોજગાર હોવાની શક્યતા 5 થી 7 ગણી વધારે છે. આ પ્રદેશના આશ્ચર્યજનક 1/3 યુવાનો – લગભગ 220 મિલિયન – ન તો શાળામાં છે કે ન તો નોકરી છે. માળખાકીય બેરોજગારી અને કૌશલ્યોની અસંગતતા વિશ્વભરના તમામ પ્રદેશોને અસર કરે છે, અર્થતંત્રોને અસર કરે છે અને ટકાઉ વિકાસ માટે 2030 એજન્ડામાં પરિકલ્પના મુજબ સમાન અને સમાવિષ્ટ સમાજોમાં સંક્રમણને અવરોધે છે. મૂવર્સ પ્રોગ્રામ એ સ્વયંસેવકોનું પ્રાદેશિક ચળવળ છે જેઓ SDGની જાગરૂકતા, ઉદ્યોગસાહસિક માનસિકતા અને 21મી સદીના કૌશલ્યોને પાયાના સ્તરે સ્થાનિક તાલીમ આપીને વિકસાવે છે. મૂવર્સ પ્રોગ્રામ ટ્રેનર-ઓફ-ટ્રેનર અભિગમનો ઉપયોગ કરે છે અને વધુ મુશ્કેલથી પહોંચના જૂથોને લક્ષ્ય બનાવવા માટે સમુદાય ભાગીદારો સાથે કામ કરે છે.

જીએલએસ યુનિવર્સિટીની ફેક્લટી ઓફ કોમર્સ જીએલએસઆઈસીના વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસના અભિગમ સાથે અમદાવાદ ગ્લોબલ શેપર્સ અને ગિવફંડસ દ્વારા ફેક્લટી ઓફ કોમર્સ જીએલએસઆઈસીના સંયુક્ત ઉપક્રમે આ મુવર્સ પ્રોગ્રામનું 3 દિવસ માટે આયોજન કરાયું. આ પ્રોગ્રામ અંતર્ગત કોલેજના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા 1200થી વધુ વિધાર્થીઓ માટે 12 કલાકના 6 સેશનનું આયોજન કરવામાં આવેલું હતું, જેના અંતમાં બધા વિધાર્થીઓને UNDP (યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ ફંડ)ના મુવર્સ પ્રોગ્રામ દ્વારા સિર્ટીફીકેટ પણ એનાયત કરવામાં આવેલું. આ 6 સેશન વિવિધ વિષય જેમ કે ઉદ્યોગસાહસિકતા અને નવીનતા, શિક્ષણનું ભવિષ્ય અને નોકરીની તૈયારી, ડિજિટલ બ્રાન્ડિંગ અને રોજગારી, યુવાનોમાં નેતૃત્વ કૌશલ્ય, sustainable development goalsની સમજ  જેવા અત્યંત અગત્ય ગણાતા વિષયો પર લેવાયા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા મનની શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. SDGs યુવા નેતાઓને સમુદાય માટે પગલાં લેવા પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. મૂવર્સ પ્રોગ્રામ તેની રસપ્રદ અને આકર્ષક વર્કશોપને કારણે યુવાનોને ખૂબ અસર કરે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવા યુવા નેતાઓ બનાવવાનો છે જે એક વધુ સારી દુનિયા બનાવશે જ્યાં કોઈ પાછળ ન રહે અને જ્યાં યુવા નેતાઓને સમાજમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.

આ કાર્યક્રમ અમદાવાદ ગ્લોબલ શેપર્સ અને ગીવફંડ્સ દ્વારા ડો. અવની શાહ, પ્રિન્સિપાલ, ફેકલ્ટી ઓફ કોમર્સ GLSIC અને પ્રોફેસર હસ્તીમલ સાગરાના સહયોગથી સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *