Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

હોરર ફિલ્મ “ધ ફર્સ્ટ ઓમેન”નું ટ્રેલર થયું રીલીઝ, ટ્રેલરે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ

આ ટ્રેલરમાં ચર્ચમાં એક સાધ્વીની ઝલક જાેઈ શકાય છે. એક રિવર્સ વીડિયો જેવું છે, જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે.

વર્ષ ૨૦૨૪ની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે બોલિવૂડ તરફથી અને સાઉથ ઈન્ડસ્ટ્રીઝથી ઘણી બધી ફિલ્મો રિલીઝ થવાની છે. પરંતુ હોલીવુડની ફિલ્મો પણ પાછળ રહેવાની નથી. આ દરમિયાન હોલીવુડની એક હોરર ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ટ્રેલર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તે ફેન્સને આનંદ આપે છે. આ ફિલ્મ “ધ ફર્સ્ટ ઓમેન” છે, જેનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે.

આ ફિલ્મનું ટ્રેલર ૨૦મી સેન્ચ્યુરી સ્ટુડિયોના યુટ્યુબ પેજ પર શેર કરવામાં આવ્યું છે. જેમાં એક ચર્ચમાં એક સાધ્વીની ઝલક જાેઈ શકાય છે. ટ્રેલર એક રિવર્સ વીડિયો જેવું છે, જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. એક યુઝરે લખ્યું, “આખરે એક ટ્રેલર જે આખી ફિલ્મને બગાડતું નથી અને ફિલ્મને સારી રીતે એડિટ કરવામાં આવી છે.” અન્ય એક યુઝરે લખ્યું, “મેં ઘણી ફિલ્મોના ટ્રેલર જાેયા છે. પરંતુ વાઇકિંગ્સ થીમ અને દરેક વસ્તુને ઉલટામાં જાેઈને રૂવાંડા ઉભા થઈ જાય છે.” તમને જણાવી દઈએ કે, ધ ફર્સ્ટ ઓમેન ૫ એપ્રિલે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

સ્ટોરી એક યુવાન અમેરિકન છોકરીને અનુસરે છે જે ચર્ચમાં નવું જીવન શરૂ કરવા રોમ જાય છે અને પછી અંધકારનો સામનો કરે છે. જે તેને તેના વિશ્વાસ પર પ્રશ્ન કરવા દબાણ કરે છે. આ દરમિયાન એક ભયંકર ષડયંત્ર પ્રકાશમાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન અર્કશા સ્ટીવેન્સન દ્વારા કરવામાં આવ્યું છે, જે ધ ઓમેન સીરિઝની છે.

 

(જી.એન.એસ)