Safeer News

Breaking News from Ahmedabad

Tech દેશ

એરટેલની 5G સેવા આ મહિને જ થશે શરૂ, આ શહેરોમાં પહેલા મળશે સર્વિસ, જાણો વિગત

કંપનીના જણાવ્યા અનુસાર, Airtelની 5G સર્વિસ આ મહિને જ લૉન્ચ થવા જઈ રહી છે. આ Airtel 5G હજુ આખા દેશમાં લોન્ચ થશે નહીં. એરટેલ 5Gની સેવા શરૂઆતમાં માત્ર પસંદગીના શહેરોમાં જ રિલીઝ કરવામાં આવશે. કંપનીએ 5G સ્પેક્ટ્રમ ખરીદવા માટે લગભગ 43,038 કરોડ ખર્ચ્યા છે.

5G ટૂંક સમયમાં રિલીઝ થઈ શકે છે. આની મદદથી તમે તમારા 5G સ્માર્ટફોન પર 5G સેવાનો આનંદ માણી શકો છો. ટેલિકોમ ઓપરેટર એરટેલની 5જી સેવા પણ આ મહિને જ લોન્ચ થવા જઈ રહી છે. કંપનીએ થોડા સમય પહેલા આ અંગે માહિતી આપી હતી. કંપનીએ કહ્યું હતું કે ઓગસ્ટમાં 5G સેવા શરૂ કરવામાં આવશે.

એટલે કે જો આવું થાય છે, તો તમે આ મહિનાથી જ એરટેલની 5G સેવાનો આનંદ લઈ શકો છો. એરટેલે 5G સ્પેક્ટ્રમ માટે આશરે રૂપિયા 43,000 કરોડનો ખર્ચ કર્યો છે. એરટેલે 5G સર્વિસ લોન્ચ કરવાની તારીખ વિશે માહિતી આપી નથી. પરંતુ કંપનીના સીઈઓ ગોપાલ વિટ્ટલે અગાઉ કહ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં જ 5જી સેવા શરૂ કરવામાં આવશે.

કયા શહેરોમાં 5G સેવા મળશે?

એરટેલની 5G સેવા આ મહિને શરૂ થવાનો અર્થ એ નથી કે 5G સેવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ થશે. અગાઉ તે માત્ર મેટ્રો શહેરોમાં જ ઓફર કરવામાં આવશે. જ્યાં 5G પાયલોટ ટેસ્ટ સફળ રહ્યો છે ત્યાં આ સેવા મળી શકે છે. એરટેલની 5G સેવા આ વર્ષના અંત સુધીમાં ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં મળતી થશે. સમગ્ર ભારતમાં એરટેલની 5G સેવા માટે માર્ચ 2024 સુધી રાહ જોવી પડી શકે છે.

ભારતમાં એરટેલ 5G બેન્ડ્સ

એરટેલે 900 MHz (n8), 1800 MHz (n3), 2100MHz (n1), 3300 MHz (n78), અને 26 GHz (n258 mmWave) બેન્ડ ખરીદ્યા છે. આ માટે કંપનીએ લગભગ 43,038 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

ભારતમાં Airtel 5Gને સપોર્ટ કરતા શહેરો

નવીનતમ અહેવાલ મુજબ એરટેલ 5G સેવા સૌપ્રથમ દિલ્હી, ગાંધીનગર, બેંગલુરુ, ચંદીગઢ, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા, લખનૌ, મુંબઈ અને પુણેમાં શરૂ કરવામાં આવશે. એટલે કે તેને પહેલા 13 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. બાદમાં તેને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં રિલીઝ કરવામાં આવશે.

એરટેલ 5જી કિંમત

Airtel 5Gની કિંમતને લઈને કોઈ ઓફિશિયલ માહિતી સામે આવી નથી. પરંતુ જો રિપોર્ટનું માનીએ તો તેની કિંમત 4G કરતા પણ વધુ હોઈ શકે છે. ભારતમાં તેના પ્લાનની કિંમત 500 રૂપિયાથી શરૂ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે Airtel 4G પ્લાનની કિંમત લગભગ 300 રૂપિયાથી શરૂ થાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *