Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ફૂલ કોમેડીથી ભરપૂર ગુજરાતી અર્બન ફિલ્મ “જોડી નંબર ૪૨૦”

(રીઝવાન આંબલીયા)

અમદાવાદ,તા.૦૭

શહેરમાં તા.૬ ઓક્ટોબરે રિલીઝ થયેલી ભાર્ગવ જોષી પ્રોડક્શન પ્રસ્તુત ગુજરાતી અર્બન ફિલ્મ “જોડી નંબર ૪૨૦” કોમેડીથી ફૂલ ભરપૂર ફિલ્મ છે. હાલ સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે. જેમાં લેખક નિર્માતા તથા દિર્ગશક ભાર્ગવ જોષી તથા સંગીત કમલેશ વૈધ ગાયક અરવિંદ વેગડા તથા સોનમ પરમાર નૃત્ય અશ્વિન માસ્ટરજી છબીકલા ભરત જોષી તથા કૈયુમ મોમીન સંકલન શિવેન્દ્ર યાદવ સોયબ અન્સારી છે.

આ ફિલ્મના મુખ્ય કલાકાર તરીકે પ્રિતેશકુમાર ભાર્ગવ, જીવરામ જોષી, મીતા પટેલ, સોનમ પરમાર, દિશા પટેલ, સવજી મેવાડા, હિમાંશુ ભચેચ, બિમલ ઠાકર, સલીલ મહેતા, જીતેશ પ્રજાપતિ તથા અનોખી ભૂમિકામાં રાજેશ ઠક્કર અને અરવિંદ વેગડા જોવા મળ્યા હતા. આ ફિલ્મને લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *