Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં ગરમી વધતા બપોરના સમયે ૧૦૦ જેટલા ટ્રાફિક સિગ્નલોને બ્લીન્કિંગ પર મૂકવામાં આવશે

બપોરના સમયે રસ્તા ઉપર પોતાના કામથી નીકળેલા લોકોને કાળઝાળ ગરમીમાં બંધ (લાલ લાઈટ) સિગ્નલ પર ઊભું ન રહેવું પડે 

અમદાવાદ,તા.૦૪
અમદાવાદ શહેરના અધિક પોલીસ કમિશનર (ટ્રાફિક) આઈ. પી. એસ એન. એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ગરમી વધતા બપોરના સમયે ૧૦૦ જેટલા ટ્રાફિક સિગ્નલોને બ્લીન્કિંગ પર મુકવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સિગ્નલો બપોરના ૧૨થી ૪ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જેથી બપોરના સમયે રસ્તા ઉપર પોતાના કામથી નીકળેલા લોકોને કાળઝાળ ગરમીમાં બંધ (લાલ લાઈટ) સિગ્નલ પર ઊભું રહી પોતાની તબિયત ઉપર ગરમીની અસર ના પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.

તેમણે સાથે એ પણ કહ્યું હતું કે, સૌ લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જાેઈએ, વાહન ધ્યાનથી ચલાવીને ટ્રાફિક જામ ન થાય તેની કાળજી રાખી જવાબદાર નાગરિક બનવું જાેઈએ.

 

(જી.એન.એસ)