Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

આ ઉત્તરાયણના પતંગોમાં “Vaibrant Gujarat 2024″ની થીમ છવાઈ

અમદાવાદ,તા.૧૩ 

આ વખતે મકરસંક્રાંતિના તહેવારમાં પતંગોમાં “Vaibrant Gujarat 2024″ની થીમ છવાઈ ગઈ છે.

શહેરના ઢાલગરવાડ ખાતે રેહતા ઇક્બાલ ભાઈ બેહલીમ દર વર્ષે નવા નવા સ્લોગનો વાળી ઉત્તરાયણમાં પતંગો બનાવે છે અને એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવે છે.

આ વર્ષે પણ ઉત્તરાયણમાં અમદાવાદના આકાશમાં  ઇક્બાલ ભાઈ બેહલીમની બનાવેલી પતંગો જોવા મળશે જેમાં “આઈ લવ માય ઇન્ડિયા”, “નશામુક્ત ભારત અભિયાન”, વિશ્વ તમાકુ વિરોધી દિન”, “એક કદમ સ્વચ્છતા કી ઔર”, “સ્વચ્છ રહે ભારત સ્વચ્છ રહે હમ”, “વંદે માતરમ્”, “શિક્ષા બગૈર આદમી અનાથ”, “મોદી હૈ તો મુમકીન હૈ”, “દુનિયા કા સબસે બડા મુફ્ત ટીકાકરણ અભિયાન”, “જીએ ભારત માં કી બેટીયાં”, “Vaibrant Gujarat 2024” વગેરે જેવા અનેક સ્લોગનોવાળા પતંગો સહીત દારૂબંધી, કેન્સર અવેરનેસ અને સોશિયલ સ્લોગન વાળા પતંગો આકાશમાં દેખાશે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે પતંગ બનાવતા ઇક્બાલ ભાઈ બેહલીમે “અયોધ્યા રામ મંદિર” અને “મસ્જીદ”ને પતંગમાં દર્શાવીને હિન્દુસ્તાનની કૌમી એકતા બતાવવાનો પ્રયાસ કર્યો છે.