Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા

આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો કારમાં લઈને આવી રહ્યા હતા

સુરત,
સુરત શહેરના યુવાધનને ખોખલું કરવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાંથી વધુ એક વખત નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને નશીલા પદાર્થના જથ્થા સાથે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો કારમાં લઈને આવી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. ઓપરેશનમાં સુરત પોલીસે ૫૧૨.૨૦ ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેની કિંમત ૫૧.૨૨ લાખ જેટલી થાય છે. ગુનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો અનુસાર સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ભાટિયા ચેક પોસ્ટ પાસે કર્મ ડ્રગની હેરફેર થવાની છે. બાતમીના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા ૫૧.૨૨ લાખની કિમતનો ૫૧૨.૨૦ ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

આ ગુનામાં પોલીસે કારના ડ્રાઈવર બદરૂદિન અખ્તર હુસૈન બંગડીવાલા રહેવાસી નવસારી, ગુલામ સબીર મોહમદ ઇશાક મિરજા રહેવાસી સુરત અને મોહમદ અશફાક મોહમદ અસલમ અંસારીની ધરપકડ કરી છે. આરોપીઓ મધ્યપ્રદેશથી કારમાં ડ્રગ્સનો જથ્થો સુરત લાવી રહ્યા હતા.

 

(જી.એન.એસ)