Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

સંજય લીલા ભણસાલીએ તેમનું મ્યુઝિક લેબલ “ભણસાલી મ્યુઝિક” લોન્ચ કર્યું..!

(રીઝવાન આંબલીયા)

ભણસાલીની કલાત્મક દ્રષ્ટિ અને આબેહુબ ફિલ્માંકન હંમેશા કોઈપણ મર્યાદાને પાર કરે તેવુ હોય છે અને સમગ્ર વિશ્વમાં જાદુઈ તરંગો બનાવે છે.

ભારતીય સિનેમામાં, સંજય લીલા ભણસાલીનું નામ આકર્ષક સ્ટોરી અને સુંદર મ્યુઝિક સાથે હમેંશા જોડાયેલું રહ્યુ છે. હવે તેના પોતાના નામ સાથે “ભણસાલી મ્યુઝિક” લેબલ પણ લગાવી દીધુ છે. જ્યાં તે સંગીતની દુનિયામાં પોતાની સર્જનાત્મક શક્તિને પ્રોત્સાહન આપશે, અને તેમની ફિલ્મોને વધુ યાદગાર બનાવવા માટે વિવિધ આલ્બમ્સ માટે હૃદય જીતી લે તેવું સંગીત બનાવવા માટે ઘણા સક્ષમ સંગીતકારો અને કલાકારો સાથે સહયોગ કરશે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ક્યારેય નિષ્ફળ નથી થતી, અને તેની પાછળનું મુળ કારણ એમનુ સંગીત છે, જે સ્ટોરી ને મજબૂત બનાવે છે. ભલે આપણે દીવાની મસ્તાનીની ભવ્યતાની વાતો કરીને પછી બ્લેક દરેક ફિલ્મના ભાવનાત્મક સૂર ભણસાલીના ગીત સંગીત લાગણીઓથી ભરેલા હોય છે, જે તેમની ફિલ્મના દરેક પાસામાં આબેહુબ દેખાઈ આવે છે.

અમે તમને જણાવી દઈએ કે, ઈસ્માઈલ દરબાર, મોન્ટી શર્મા જેવા પ્રતિભાશાળી સંગીતકારો અને પોતે પણ તેમના સહયોગથી હિન્દી સિનેમામાં કેટલાક શ્રેષ્ઠ અને સુંદર ટ્રેક આપ્યા છે. “દેવદાસ”, ‘બાજીરાવ મસ્તાની’, માંથી ‘દીવાની મસ્તાની’ની ભવ્યતા હોય કે, પછી ‘લાલ ઈશ્ક’ની સુંદરતા હોય કે, પછી ‘પદ્માવત’ની ‘ઘૂમર’ના રંગો હોય, ભણસાલીનું સંગીત ઊંડાણ અને જોશથી ગુંજી ઉઠે છે. પ્રેમ, ઝંખના, બલિદાન અને વિજયની સ્ટોરીની રજૂઆત માટે દરેક પ્રેક્ષકો એ નોંધપાત્ર છે, દરેક ગીત કાળજીપૂર્વક સંવેદનશીલ પસંદ કરવામાં આવ્યું છે. ભણસાલીની કલાત્મક દ્રષ્ટિ અને આબેહુબ ફિલ્માંકન હંમેશા કોઈપણ મર્યાદાને પાર કરે તેવુ હોય છે અને સમગ્ર વિશ્વમાં જાદુઈ તરંગો બનાવે છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આ ફિલ્મ નિર્માતાની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બહુ જ મોટી ફેન ફોલોઈંગ છે.

“ભણસાલી મ્યુઝિક” લોન્ચ કરતી વખતે, સંજય લીલા ભણસાલી કહે છે, “સંગીત મને અપાર સુખ અને શાંતિ આપે છે. તે મારા અસ્તિત્વનો એક અભિન્ન ભાગ છે. હું હવે મારું પોતાનું મ્યુઝિક લેબલ “ભણસાલી મ્યુઝિક” લોન્ચ કરી રહ્યો છું. હું ઈચ્છું છું કે, પ્રેક્ષકો તેનો અનુભવ કરે. તે જ આનંદ અને આધ્યાત્મિક જોડાણ જે હું અનુભવું છું જ્યારે હું સંગીત સાંભળું છું અથવા બનાવું છું.”

“ભણસાલી મ્યુઝિક” હંમેશા ક્લાસિક અને આધુનિક સંગીતના સુંદર સંયોજન માટે જાણીતા છે. ભણસાલી દ્વારા રચિત ગીતોની અસર દરેક વયના શ્રોતાઓ પર જોવા મળે છે. પછી ભલે તે પ્રાચીન મહાકાવ્યોની ભવ્યતા દર્શાવતું હોય, અથવા આધુનિક રોમાંસની ભાવના દર્શાવતું હોય…

આ નવા આલ્બમ માટે તેમની ખૂબ ખૂબ અભિનંદન સમગ્ર ટીમને રિપોર્ટર જયેશ વોરા