Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યકાળના ૨ વર્ષ પૂર્ણ કર્યા

ગાંધીનગર,તા.૧૩
મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ એ પોતાના કાર્યકાળના ૨ વર્ષ પૂર્ણ કર્યા છે. ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની રાજનીતિના મહારથી બન્યા. મૃદુ સ્વભાવ અને સરળ વ્યક્તિત્વના કારણે ભૂપેન્દ્ર પટેલને ‘દાદા’નું હુલામણુ નામ મળ્યું છે. મજબૂત નેતૃત્વ અને કાર્યક્ષમ વહીવટના કારણે જ ગુજરાતે વિકાસની હરણફાળ ભરી અને દેશનું રોલ મોડલ રાજ્ય બન્યું. સરળ વ્યક્તિત્વ ધરાવતા ‘દાદા’ કડક ર્નિણયો માટે પણ જાણીતા છે. પાછલા ૨ વર્ષમાં ઝ્રસ્ તરીકે ભૂપેન્દ્ર પટેલે કેટલાક દમદાર ર્નિણયો પણ લીધા છે. જે ચર્ચાનું કારણ પણ બન્યા હતા. જેમાં વિનાશક બિપોરજાેય વાવાઝોડામાં ‘ઝીરો કેઝ્‌યુલિટી’ની વાત હોય કે પછી દ્વારકાના દરિયાકાંઠે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવાની વાત હોય. ઝ્રસ્ તરીકે આ ર્નિણયોને ભૂપેન્દ્ર પટેલની મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. એટલું જ નહીં સતત ભરતી પરીક્ષાના પેપરલીક થવાની ઘટનાઓ પર, પેપર લીક વિરોધી કાયદો બનાવીને પેપરકાંડ પર બ્રેક પણ દાદાએ જ મારી હતી. તો દેશમાં પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૨૭ ટકા અનામત લાગુ કરવાનો ર્નિણય પણ ગુજરાત સરકારે લીધો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *