Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

(અમિત પંડ્યા)

અમદાવાદ,તા.૨૪

ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવતો વિડીઓ થયો વાયરલ

શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શ્રીધર હેવન ખાતે ગત મોડી રાત્રે 12 વાગ્યાના સુમારે કોઈ અસામાજિક તત્ત્વોની ટોળકીએ સોસાયટીના મુખ્ય દરવાજા પાસે આવી બેફામ ગાળો બોલી બહાર પડેલ એક ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આ ઉપરાંત જોરજોરથી આખી સોસાયટીને આગ લગાડી દઈશું તેમ ધમકી ભર્યા શબ્દો દ્વારા સોસાયટીના રહીશોને ડરાવવાનો પ્રયત્ન કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો.

આખી ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ડરનો માહોલ છે. શ્રીધર હેવન ચાર રસ્તાથી સોસાયટીના મુખ્ય દરવાજા બહાર આવી અસામાજિક તત્ત્વોએ ધમકી ભર્યા શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા ઓઢવ પોલીસ મથકે જાણ કરવામાં આવેલ છે. લોકોની માંગ છે કે, રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ કરવામાં આવે અને આવા અસામાજિક તત્ત્વોને ઝડપી યોગ્ય પાઠ ભણાવવામાં આવે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *