Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો

SOGની  ટીમે ૯૨ જેટલી કફ સીરપની બોટલો કબજે કરી

અમદાવાદ,તા.૦૭

રાજ્યમાં કફ સીરપ મળવાનો સિલસિલો યથાવત છે. તેના અંતર્ગત અમદાવાદ SOG પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના વટવા કેનાલ વિસ્તારમાંથી કફ સીરપની બોટલનો જથ્થો ઝડપાયો છે.

અમદાવાદની કુખ્યાત મહિલા સુરૈયા બાનુના મકાનમાંથી કફ સીરપની બોટલો મળી આવી છે. તો SOGની ટીમે ૯૨ જેટલી કફ સીરપની બોટલો કબજે કરી છે. પોલીસે સુરૈયા બાનુ અને અબ્દુલ સલામની ધરપકડ કરી છે. સુરૈયાબાનુ વિરૂદ્ધ અગાઉ પણ વટવા પોલીસ સ્ટેશનમાં દારૂનો કેસ નોંધાયો હતો.

SOG પોલીસની કાર્યવાહીને સ્થાનિક રહીશોએ બિરદાવી છે. અબ્દુલ સલામ પણ અગાઉ મોબાઇલ ચોરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ પણ એસઓજી પોલીસ દ્વારા જુહાપુરા, દાણીલીમડા, વટવા સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે કફ સીરપ વેચાણ કરતા લોકોને પકડી પાડ્યા હતા તેમજ મોટી માત્રામાં કફ સીરપનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો,.

સ્લમ વિસ્તારોમાં નશો કરવા માટે કફ સીરપનો ઉપયોગ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે જેને લઈને સ્થાનિક પોલીસએ પણ જાગૃત થઈને આ પ્રમાણે ગેરકાયદેસર કફ સીરપ વેચતા લોકોને પકડી પાડે તેવી પણ લોકમાગણી ઉઠી રહી છે.

 

 

(જી.એન.એસ)