Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું

(અબરાર એહમદ અલવી)

અમદાવાદ શહેર કલેકટર કચેરીના આદેશ અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ એટલાન્ટિક ફન વર્લ્ડ ખાતે બોટ એક્સિડન્ટ માટેની મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ,તા.૨૮ 

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  મોક એક્સરસાઇઝ એટલાન્ટિક ફન વર્લ્ડ નજીકમાં પેસેન્જર બોટ પલટી ખાઈ જતા ટોટલ નવ પેસેન્જર પાણીમાં પડી જતા અમદાવાદ ફાયર વિભાગ, એન.ડી.આર.એફ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવેલ. સમગ્ર ટીમને એક સાથે રિસ્પોન્સ કરીને એકબીજા સાથે સંકલન કરેલ અને આખી એક્સરસાઇઝને સુરક્ષિત રીતે પૂર્ણ કરેલ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના શાહપુર મણિનગર અને જમાલપુર ફાયર સ્ટેશનની ત્રણ રેસ્ક્યુ ટીમ ડી.એફ.ઓ શ્રી જાડેજાના માર્ગ દર્શન હેઠળ કામ કરી ટોટલ છ વ્યક્તિઓને બચાવ કરીને રિપોર્ટ કર્યા હતા.

એન ડી આર એફ ગાંધીનગરની ટીમ દ્વારા ટોટલ ત્રણ વ્યક્તિઓને સર્ચ રેસ્ક્યુ દ્વારા બચાવ કરીને રિપોર્ટ કર્યા હતા. સમગ્ર ઘટનાક્રમ જે પેસેન્જરના મોબાઈલ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો તેમને અમદાવાદ ફાયર ઇમરજન્સી સર્વિસીસની સાબરમતી રિવરફ્રન્ટ રેસ્ક્યુ ટીમ દ્વારા દસ મિનિટથી પણ ઓછા સમયમાં શોધીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

સમગ્ર એક્સરસાઇઝ સુરક્ષિત રીતે દર્શાવ્યા મુજબ પૂર્ણ કરવામાં આવેલ છે અને આખી એક્સરસાઇઝ કલેક્ટર કચેરીના મામલતદાર શ્રીઓ દ્વારા ઓબ્ઝર્વ કરીને ખૂબ સારી રીતે પૂર્ણ કરેલ છે તે પ્રમાણે બિરદાવવામાં આવેલ છે.