Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

અગ્નિવીર તરીકે ઇન્ડિયન આર્મીમાં જોડાવા માંગતા SSC, ITI અથવા ડીપ્લોમા કરેલ ઉમેદવારો માટે સુવર્ણ તક

(અબરાર એહમદ અલવી)

૮-પાસ, એસ.એસ.સી, આઈ.ટી.આઈ, તેમજ ડીપ્લોમા ધારક ઉમેદવારોને ઇન્ડીયન આર્મીમાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટે આ ભરતીમાં સુવર્ણ તક છે.

(માહિતી બ્યુરો, પાલનપુર)

અગ્નિવીર તરીકે ઇન્ડિયન આર્મીમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા અવિવાહિત શારીરિક શસક્ત પુરુષ ઉમેદવારો આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઈચ્છુક હોય તેઓએ www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તા. ૨૨-૦૩-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરવાની રહશે. તા ૦૧-૧૦-૨૦૦૩થી ૦૧-૦૪-૨૦૦૭ (બંને તારીખો સહીત) ની વચ્ચે જન્મેલા ફક્ત પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે.

૮-પાસ, એસ.એસ.સી, આઈ.ટી.આઈ, તેમજ ડીપ્લોમા ધારક ઉમેદવારોને ઇન્ડીયન આર્મીમાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટે આ ભરતીમાં સુવર્ણ તક છે. જે ઉમેદવારો ટેકનીકલ અભ્યાસ ધરાવે છે. જેમ કે, ધોરણ-૧૨ સાયન્સ ફિઝીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને અંગ્રેજી- ૫૦% સાથે પાસ અને દરેક વિષયમાં ૪૦ માર્ક્સ હોય તો અરજી કરી શકશે. અથવા ધોરણ ૧૦ પાસ ૫૦% સાથે અને અંગ્રેજી વિષય સાથે એક વર્ષનો આઈ.ટી.આઈ કોર્ષ કરેલ હોય અથવા ધોરણ-૧૦ પાસ ૫૦% સાથે અને અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વિષયમાં ૪૦ માર્ક્સ અને બે વર્ષનો ટેકનીકલ આઈ.ટી.આઈ કોર્ષ અથવા બે/ત્રણ વર્ષનો ડીપ્લોમાં કોર્ષ કરેલ ઉમેદવારો અરજી કરી શકશે.

આઈ.ટી.આઈ/ડીપ્લોમાં ધારક ઉમેદવારો માટે આ ભરતી પ્રક્રિયામાં વિશેષ બોનસ માર્ક્સની જોગવાઈ કરવામાં આવેલ હોઈ નોટીફીકેશનની વિગતે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે.

જીલ્લાના મહતમ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી પોતાનું ઉજવવળ ભાવિ નિર્ધારિત કરે તે હેતુસર જીલ્લા રોજગાર કચેરી-પાલનપુર ખાતે કામકાજના કલાકો દરમિયાન નિ:શુલ્ક ધોરણે ભરતી પ્રક્રીયા અંગે વધુ માહિતી-માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. વધુ માહિતી મેળવવા માટે રૂબરૂમાં સ્વખર્ચ જીલ્લા રોજગાર કચેરી, પાલનપુરનો સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી (જનરલ) પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.