Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

“ગંગારામ ચેરીટેબલ ટ્રસ્ટ” અને “વિશ્વમ આર્ટ્સ ટ્રસ્ટ” દ્વારા આરતીનું સહીયારુ આયોજન

(રીઝવાન આંબલિયા)

અમદાવાદ,તા.૨૨

“જય શ્રી રામ”ના નામ સાથે “ગંગારામ ચેરિટેબલ ટ્રસ્ટ” અને “વિશ્વમ આર્ટસ ટ્રસ્ટ”નું સહીયારુ આયોજનમાં  ૨૨મી જાન્યુઆરીના રોજ સોમવારે પ્રભુ શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સવારે ૧૦:૩૦ વાગે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આરતીનું આયોજન શાંતમ્ એવન્યુ, વિશ્રામ નગર બસ સ્ટેન્ડ, ગુરુકુળ રોડ શ્રી રામજીની આરતી ભવ્યાતિભવ્ય રીતે કરવામા આવી હતી. આરતી પૂર્ણ થયા બાદ બધા જ લોકોને મહાપ્રસાદ તરીકે શીરો અને શબરીના બોર આપવામાં આવ્યા હતા. અનેક લોકો આ આરતીમાં સામેલ રહ્યા હતા.

આ ટ્રસ્ટના દરેક કાર્યોથી હંમેશા લોકોને સરાહના મળતી હોય છે, આટલા સુંદર આયોજન બદલ તેમના ટ્રસ્ટીઓને તથા વિવેકભાઈ શાહને, રૂપલ બેન અને પૂજા બેનને ખુબ ખુબ અભિનંદન આપવામાં આવ્યા હતા.

Photo by : Jayesh Vora