Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ મનોરંજન

“સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ” દ્વારા બોલિવૂડ એક્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

 “સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ” એક્ટિંગ વર્કશોપના ઓર્ગેનાઈઝર લૌકિક માંડગે અત્યાર સુધિ ઘણી એક્ટિંગ વર્કશોપ સમગ્ર ગુજરાતમાં ઓર્ગેનાઈઝ કરી‌‌ છે.


અમદાવાદ,તા.૨૦

શહેરના ઈશનપુર રાધે કિશન બિશનેસ પાર્ક ખાતે શનિવારના રોજ “સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ” દ્વારા બોલિવૂડ એક્ટિંગ વર્કશોપનું આયોજન રાખવામાં આવ્યું હતુ. આ વર્ક શોપ બોલિવૂડ એક્ટર ફિરોઝ ખાન પઠાણ દ્વારા લેવામાં આવી હતી.

એક્ટર ફિરોઝ ખાન પઠાણ જેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં “જય હો”, “બાગી ૩”, “પલ પલ દિલ કે પાસ”, “ના તુમ જાનો ના હમ”, “મુન્ના માઈકલ” અને આવનારી ફિલ્મ યોદ્ધામાં કામ કર્યું છે.

આજના “સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ” વર્ક શોપમાં કુલ ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો જેમા‌ અમદાવાદ અને અમદાવાદની બહારથી વિદ્યાર્થીઓ આવ્યા હતા.

આ વર્ક શોપના ઓર્ગેનાઈઝર લૌકિક માંડગે અત્યાર સુધિ ઘણી એક્ટિંગ વર્કશોપ સમગ્ર ગુજરાતમાં ઓર્ગેનાઈઝ કરી‌‌ છે. જેમાંથી તે નવા અને યંગ ટેલેન્ટને આગામી નવા પ્રોજેક્ટમાં ચાન્સ આપતા છે અને હવે આ એક્ટિંગ વર્કશોપમાંથી પાસ થનારને આગામી નવા પ્રોજેક્ટમાં ચાન્સ મળશે જ તેમાં બે મત નથી..!

“સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ”ના પ્રોગ્રામમાં મીડિયા પાર્ટનર તરીકે “મુસ્કાન ન્યુઝ”, “ટાઇમ્સ ન્યુઝ”, “NT ન્યુઝ”, “સ્વાગત ગુજરાત”, “S લાઇવ વેબ ચેનલ”, “સ્ટ્રીટ ન્યુઝ ગુજરાત”, “મારું મંતવ્ય”, “એટ ધીસ ટાઇમ ન્યુઝ” અને “સફીર” ન્યુઝ મીડિયા પાર્ટનર રહ્યા હતા.

આવી અદ્ભુત વર્કશોપ ગોઠવવા માટે “સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ”નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.