Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત દેશ

શિયાળા પહેલા ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થશે : હવામાન વિભાગ

આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ,તા.૨૬
આગામી ૫ દિવસ સુધી દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ ફેરફાર જાેવા મળશે નહીં. હવામાન વિભાગનું માનીએ તો આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે.

હવામાન ખાતાએ ગુજરાત માટે શું આગાહી કરી છે તે પણ ખાસ જાણો…

રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ બુધવારે જણાવ્યું કે, રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. આગામી ૨ દિવસમાં તાપમાન ઘટશે. ૨ ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે. ટ્રાંજેસ્ટ મહિનો હોવાથી તાપમાન યથાવત રહેશે. દિવસે ૩૬ ડિગ્રી જ્યારે રાતે ૨૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. બપોરે ગરમી અને રાતે ઠંડકનો અનુભવ થશે.

આમ હવામાન ખાતાના જણાવ્યાં મુજબ શિયાળા પહેલા રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થશે. સવારે અને રાત્રે ઠંડી તો બપોરે ગરમીનું ટોર્ચર લોકોએ સહન કરવું પડશે. બીમારીથી બચવા ડબલ ઋતુમાં સાવચેત રહેવું જરૂરી છે. હવામાન પૂર્વાનુમાન કરતી ખાનગી એજન્સી સ્કાયમેટનું માનીએ તો આજે પૂર્વોત્તર ભારત, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડિશાના કાંઠા વિસ્તારો, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ શક્ય છે. જ્યારે ઉત્તર પશ્ચિમ, મધ્ય તથા પૂર્વ ભારતમાં ન્યૂનતમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *