Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : AMC ડે.કમિશનર પર હુમલાના ૫ આરોપીઓની અટકાયત કરાઈ

૯ લોકો સામે નામજાેગ સહીત કુલ ૧૬ લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી

અમદાવાદ,તા.૨૬
અમદાવાદ શહેર મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારી પર હુમલાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સિવિલ નજીક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે દબાણ દૂર કરતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગંભીર નોંધ લીધી અને કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા. અત્યાર સુધીમાં ૫ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

અસારવામાં સિવિલ નજીક એએમસીના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલાનો મામલે ૯ લોકો સામે નામજાેગ સહીત કુલ ૧૬ લોકો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસે ૫ આરોપીઓની અટકાયત કરી છે. જેમના નામ કનુ ઠાકોર, નરેશ રાવત, અંકિત ઠાકોર, જગદીશ ઝાલા અને સંદીપ મરાઠે છે. આરોપીઓએ લારીઓના દબાણ દૂર કરવાની કાર્યવાહી થતા હુમલો કર્યો હતો. આ ૫ આરોપીઓ ઉપરાંત અન્ય ૧૧ આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

અત્રે જણાવવાનું કે, દબાણ દૂર કરવાની ડ્રાઇવ દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અસારવામાં સિવિલ હોસ્પિટલની નજીકના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ટોળા દ્વારા દબાણ દૂર કરતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *