Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

વલસાડ : પતંગ ઉડાવતા છ વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોત

વલસાડ,તા.૧૪

વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ઉડાવતા એક છ વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે. ખાટકીવાડના ખુશ્બૂ એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર પતંગ ચગાવતી વખતે ૬ વર્ષનું બાળક નીચે પટકાયું હતું. બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.