Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ભાભીએ દિયરને કહ્યું “તમે તમારૂ શૌચાલય ક્યારે બનાવશો તેમ પૂછતાં દિયરે ભાભીને માર માર્યો

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા ગામે મહાકાળી મંદિરની બાજુમાં આડોશ પાડોશમાં રહેતા સગા ભાઈઓ એક જ શૌચાલયનો ઉપયોગ કરતા હતા આ દરમ્યાન ભાભીએ દિયરને તમે તમારું શૌચાલય ક્યારે બનાવશો તેમ પૂછતાં ઉસ્કેરાયેલા દીયરે ભાભીને માર માર્યો હતો જો કે ભાભીએ દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સુરત,

કોસંબા મહાકાળી મંદિરની બાજુમાં જૂનાગામ ખાતે રહેતા ભીમાભાઈ જીવણભાઈ પરમાર અને તેમની બાજુમાં તેમના નાનાભાઈ અરવિંદભાઈ જીવણભાઈ પરમાર રહે છે. બંનેના ઘર અલગ અલગ છે. પરંતુ અરવિંદભાઈના ઘરમાં શૌચાલય ન હોય. તે પોતાના ભાઈના ઘરે જ બાથરૂમ તેમજ શૌચાલયનો ઉપયોગ કરે છે. ગુરુવારની સવારે 7.00 વાગ્યાના અરસામાં અર્જુનભાઈ શૌચાલયનો ઉપયોગ કરવા માટે તમે તમારા શૌચાલય અને બાથરૂમ ક્યારે બનાવાના છો. તેમ ભાભીએ દિયરને ઠપકો આપતાં દીયર અર્જુન અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. ભાભીનું ગળુ પકડી ઢીક્કા મુક્કીનો માર મારવા માંડ્યો હતો. ભાભીને દિયરે માર મારતાં બૂમાબૂમ કરતાં તેમના પતિ ત્યાં દોડી આવ્યા હતાં અને રેખાબહેનને વધુ માર ખાતા બચાવ્યા હતાં. જતા જતા દિયર ભાભીને ધમકી આપતો ગયો હતો કે બીજીવાર શૌચાલય અને બાથરૂમ વિશે કહેશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ભાભી રેખાબહેનને ઉલટી થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ તેમના દિયર અર્જુભાઈ પરમાર સામે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. મોટા ઉપાડે જાહેરાત પણ ઘરમાં ઝઘડા ગુજરાત સરકાર ઘરે ઘરે શૌચાલય બનાવી ગામડાઓને જાહેર શૌચમુક્ત બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે અને મોટાભાગના ગામડાઓને જાહેર શૌચ મુક્ત બનાવ્યા હોવાની મોટા ઉપાડે જાહેરાત કરી છે. ત્યારે શૌચાલયને કારણે ઘરમાં થયેલા ઝઘડા સરકારની ખુલ્લામાં શૌચ મુક્ત યોજના અને ઘરઘર શૌચાલય બનાવવાની યોજનાની પોલ ખુલી હોવાનું બહાર આવ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *