Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ગઈ કાલે પડેલા વરસાદ બાદ આજે ફરી અમદાવાદ-ગાંધીનગરમાં  વરસાદ ખાબકી શકે છે

ગુજરાતમાં 10 તારીખ સુધીની ભારેથી અતિભારે વરસાદની આગાહી અગાઉ કરવામાં આવી હતી ત્યારે ગુજરાતને વરસાદે ઘમરોળ્યું છે ત્યારે ફરી એકવાર અમદાવાદીઓને વરસાદ ભીંજવશે

અમદાવાદની અંદર ગઈ કાલે સરેરાશ 5.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને પહેલીવાર આ પ્રકારે ચોમાસાની સિઝનમાં વરસાદ પડતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી તેવી જ રીતે ફરી એકવાર આજે વરસાદ અમદાવાદ, ગાંધીનગરમાં પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈ કાલે પડેલો કે અતિભારે વરસાદ નહીં પરંતુ ઝાપટા પડવાથી લઈ ભારે વરસાદ પણ પડી શકે છે. જો કે, ગઈકાલના વરસાદ બાદ અત્યારે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી ગઈ છે. જે ઉકળાટ અત્યાર સુધી ઉનાળાથી લોકો અનુભવી રહ્યા હતા તેમાં ઠંડક પ્રસરતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. 
અમદાવાદમાં જ વરસાદ નહોતો જો કે અન્ય શહેરોમાં વરસાદી માહોલ હતો પરંતુ ગઈ કાલે પડેલા વરસાદ બાદ આજે વરસાદ અમદાવાદમાં  અને ગાંધીનગરમાં પડી શકે છે તેવી શક્યતાઓ પણ છે. જો કે, ગુજરાતમાં 10 તારીખ સુધીની ભારેથી અતિભારે વરસાદની આગાહી અગાઉ કરવામાં આવી હતી ત્યારે ગુજરાતને વરસાદે ઘમરોળ્યું છે ત્યારે ફરી એકવાર અમદાવાદીઓને વરસાદ ભીંજવશે તે પ્રકારની સ્થિતિભર્યું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે. 

અમદાવાદમાં ગઈ કાલે પડેલા વરસાદમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ જવાની સ્થિતિ નિર્માણ થઈ હતી. આજે પણ વરસાદી માહોલના પગલે તંત્ર એલર્ટ બન્યું છે અને રોડ રસ્તા પર પાણી ન ભરાઈ જાય તે માટે કેચપીટો ખોલી નાખવામાં આવી છે જેથી કરીને પાણી આસાનીથી વહી જઈ શકે છે. તે છતાં પણ કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ નિર્માણ થતી હોય છે. અમદાવાદમાં ક્યાંક પાણી ઓસર્યા છે તો કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જતા વોટર પંપથી પાણીને ઉલેચવું પડ્યું હતું. ખાસ કરીને મધ્યઝોન અને પૂર્વ ઝોનની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ વારંવાર જોવા મળતી હોય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *