Safeer News

Breaking News from Ahmedabad

Sports અમદાવાદ

મુસ્લિમ સમાજનું ગૌરવ : એક જ પરિવારના પાંચ બાળકોએ કરાટે ચેમ્પીયનશીપમાં મેડલ મેળવ્યા

“NSKSI નેશનલ કરાટે ચેમ્પિયનશીપ”માં હિબા ખાને બે મેડલ પ્રાપ્ત કરીને પરિવારનું ગૌરવ વધાર્યું

અમદાવાદ,તા.૦૭

શહેરમાં “NSKSI નેશનલ કરાટે ચેમ્પિયનશીપ ૨૦૨૨”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રીલીફ રોડ પટવાશેરીમાં રહેતા યુસુફ ખાન પઠાણ (YK બિલ્ડર) પરિવારના પાંચ બાળકોએ કરાટે ચેમ્પીયનશીપમાં ટોટલ ૮ મેડલ મેળવ્યા હતા.

આ ચેમ્પિયનશીપમાં (૧) હિબા ખાન બાબા ખાને કાતામાં ગોલ્ડ મેડલ અને ફાઈટમાં સિલ્વર મેડલ મેળવ્યું હતું. (૨) મોઈન ખાન બાબા ખાન પઠાણે ફાઈટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યું હતું. (૩) અરકાન અલ્તાફ ચોહાણે કાતામાં બ્રોન્જ મેડલ મેળવ્યું. (૪) બિલાલ અલ્તાફ ચોહાણે ફાઈટમાં સિલ્વર મેડલ અને કાતામાં બ્રોન્જ મેડલ મેળવ્યું અને (૫) આયાત શાહરૂખ ખાને ફાઈટમાં સિલ્વર મેડલ અને કાતામાં બ્રોન્જ મેડલ મેળવીને સમગ્ર પરિવાર તથા મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *