Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

ઈસ્લામ ધર્મમાં “હજ્જ” કેમ ફરજિયાત છે ? જાણો “હજ્જ” વિષે….

(અબરાર એહમદ અલવી)

પાંચ બાબતોને ઇસ્લામ ધર્મનો આધારસ્તંભ (ફરજ) માનવામાં આવે છે જેમા (૧) “કલમા-એ-શહાદત” (૨) “નમાઝ” (૩) “રોઝા” (૪) “હજ્જ” અને (૫) “જકાત“નો સમાવેશ થાય છે.

“હજ્જ” એ મુસ્લિમ લોકોની એકતાનું પ્રદર્શન અને “અલ્લાહ” પાક પ્રત્યે તેમની શરણાગતીનું પ્રતીક ગણવામાં આવે છે. જે ઇસ્લામના પાંચ ફરજમાંથી એક ફરજ છે.

“હજ્જ 2023” :- દરેક મુસલમાન માટે “હજ્જ”ની યાત્રા ખૂબ જ લાભદાયી અને પવિત્ર કાર્ય માનવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો “હજ્જ” માટે અરજી કરે છે અને ભાગ્યશાળી લોકો “હજ્જ” પર જવા માટે સક્ષમ બને છે. સમગ્ર દુનિયામાંથી “હજ્જ” યાત્રી સાઉદી પહોંચવાના શરૂ થઈ ગયા છે. ભારતમાંથી પણ હાજીઓ સાઉદીઅરબ “હજ્જ” કરવા પહોંચી ગયા છે.

ઈસ્લામ ધર્મમાં “હજ્જ”નું ખુબ જ મહત્વ છે. ચાલો “હજ્જ” વિષે જાણીએ

“હજ્જ” એ મક્કા, સાઉદી અરેબિયામાં મુસ્લિમો દ્વારા કરવામાં આવતી ધાર્મિક યાત્રા છે. તે વિશ્વમાં થતી સૌથી મોટી યાત્રાઓ પૈકીની એક છે. તે દરેક મુસ્લિમ માટે ઇસ્લામનો પાંચમો આધારસ્તંભ અને ધાર્મિક ફરજ છે. એટલે કે, દરેક સશકત મુસલમાને તેના જીવનકાળ દરમ્યાન દ્વારા ઓછામાં ઓછી એકવાર તો “હજ્જ” કરવી જ જોઈએ. “હજ્જ” એ મુસ્લિમ લોકોની એકતાનું પ્રદર્શન અને ખુદા (અલ્લાહ અરબી ભાષામાં) પ્રત્યે તેમની શરણાગતીનું પ્રતીક ગણવામાં આવે છે. જેને અલ્લાહ તઆલાએ દરેક સશકત મુસલમાનો પર ફરજ કરી દીધી.

હાજી લોકો સૌથી પહેલાં સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં પહોંચે છે. ત્યાંથી તેઓ બસ મારફતે મક્કા જાય છે. પણ મક્કા પહેલાં એક ખાસ જગ્યા છે જ્યાંથી “હજ્જ”ની સત્તાવાર પ્રક્રિયા શરૂ થાય છે. મક્કા શહેરના આઠ કિલોમિટરના અંતરેથી આ વિશેષ જગ્યાની શરૂઆત થાય છે. આ વિશેષ જગ્યાને “મીકાત” કહેવાય છે. જો કે, કેટલાક લોકો સાઉદી પહોંચતા પહેલાં જ “એહરામ” (“હજ્જ” દ્વારા પહેરવામાં આવતો સફેદ કલરનો વસ્ત્ર) પહેરી લે છે. એટલી હદ સુધી કેટલાક લોકો “એહરામ” પહેરીને જ ઍરોપ્લેનમાં બેસે છે. “એહરામ”માં બે કપડા હોય છે, એક કપડું પેટથી ઢીચણ સુધી બાંધવાનું હોય છે અને બીજા કપડાને ચાદર બનાવવાનું હોય છે જે સીવેલું હોતું નથી. મહિલાઓને “એહરામ” પહેરવાની જરૂર હોતી નથી, તેઓ પોતાની પસંદનાં કપડાં પહેરી શકે છે. આ ઉપરાંત હાજીઓએ (જે હજજ પર ગયા છે તે) અન્ય ઘણી બાબતોનું પણ ધ્યાન રાખવાનું હોય છે.

“હજ્જ” પર જવાનો એક નિશ્ચિત સમય હોય છે અને તે સમયને જ “હજ્જ”ની યાત્રા માનવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડરના 12મા મહિનાની 8મી તારીખથી 12મી તારીખની વચ્ચે “હજ્જ” થાય છે. એટલે કે જ્યારે પણ બકરી ઈદ આવે છે, તેના પહેલા જે દિવસો હોય ત્યારે “હજ્જ”ની શરૂઆત થાય છે.

જાણો “હજ્જ”ના અરકાન અંગે : સૌથી પહેલા હાજીઓ એહરામ પેહરીને “હજ્જ” કરવાની નિય્યત (ઈરાદો) કરે છે. એહરામ પેહરીને “મીના” (તંબુઓનું શહેર)માં પહોંચે છે. “મીના”થી “અરાફાત”ના મેદાનમાં પહોંચે છે જ્યાં હાજીઓ અલ્લાહ તઆલાથી દુઆઓ માંગે છે. “અરાફાત”ના મેદાનથી નીકળીને હાજીઓ “મુઝદલિફા” રવાના થાય છે, જ્યાં તેઓ રાત્રી રોકાણ કરે છે. “મુઝદલિફા”થી હાજીઓ “રામી” (શેતાનને કંકરીઓ મારવી)નો અરકાન પૂરો કરે છે. “રામી” (શેતાનને કંકરીઓ મારવી) કર્યા બાદ હાજીઓ કુરબાની કરીને “હલ્ક” (વાળ કપાવવા) કરે છે અને છેલ્લે “તવાફે ઝીયારત” કરે છે. જો “હજ્જ”નો એક પણ અરકાન છુટી જાય તો “હજ્જ” માન્ય ન ગણાય. આથી “હજ્જ” પર જનાર તમામ લોકો માટે “હજ્જ”ના તમામ અરકાન અદા કરવા ફરજિયાત હોય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *