Safeer News

Breaking News from Ahmedabad

દેશ

આ ચાર બાબતો ભૂલથી પણ ગુગલ પર સર્ચ ન કરો, થઇ શકે છે જેલ

કેટલીક વસ્તુઓ ભૂલથી પણ તમારે ગૂગલ પર સર્ચ ન કરવી જોઈએ. જેનાથી તમારે લેવાના દેવા પડી જાય.. અહીં અમે તમને આવા જ કેટલાક શબ્દો વિશે માહિતી આપી રહ્યાં છે. જેને તમારે Google પર સર્ચ ન કરવું જોઈએ.

લગભગ તમામ ઇન્ટરનેટ યુઝર્સ ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે. ગૂગલ સર્ચ દ્વારા પણ તમને ઘણી બધી માહિતી મળે છે. અહીં તમે દેશ અને દુનિયાથી લઈને સારી રસોઈની ટિપ્સ સરળતાથી મેળવી શકો છો. પરંતુ એવા કેટલાક શબ્દો સાથેનું ગૂગલ સર્ચ તમને મોંઘુ પડી શકે છે.

ઘરે બોમ્બ કેવી રીતે બનાવવો

બોમ્બ કેવી રીતે બનાવવો તે ગૂગલ પર ક્યારેય સર્ચ કરશો નહીં. આનાથી તમે સિક્યોરીટી એજન્સીઓના રડાર પર આવી શકો છો. જો તમે ગૂગલ પર સર્ચ કરો છો કે બોમ્બ કેવી રીતે બનાવાય છે, તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. આ કારણે આ શબ્દને Google પર સર્ચ કરશો નહીં.

ચાઇલ્ડ પોર્ન

ભારતમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી માટે ખૂબ જ કડક કાયદા છે. ભૂલથી પણ આ શબ્દને ગૂગલ પર સર્ચ ન કરો. જે તમને જેલમાં પણ લઈ જઈ શકે છે. ગૂગલ પર આવું સર્ચ કરવું ગુનાની શ્રેણીમાં આવે છે.

બેંક કસ્ટમર કેર નંબર

ગૂગલ સર્ચ પર ક્યારેય બેંક કસ્ટમર કેર નંબર ના શોધો. જેનાથી તમને લેવાના દેવા પડી શકે છે. ઘણી વખત છેતરપિંડી કરનારા નકલી બેંક નંબરની યાદી બનાવે છે અને તેને Google પર સર્ચ રિઝલ્ટમાં રેન્ક મેળવીને બતાવે છે. જ્યારે યુઝર્સ આ નંબર પર કોલ કરે છે, ત્યારે છેતરપિંડી કરીને તેમની વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

એપ્સ અને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે ગૂગલ પર સર્ચ 

Google પર સર્ચ કરીને થર્ડ એપ્લિકેશન દ્વારા તમારા ડિવાઇસ પર ક્યારેય એપ્લિકેશન અથવા સોફ્ટવેર ડાઉનલોડ કરશો નહીં. આ દ્વારા તમારા ડિવાઇસ પર માલવેર ઇન્સ્ટોલ થઈ શકે છે. આ કારણે એપ્સને હંમેશા ઓફિશિયલ સ્ટોરમાંથી જ ડાઉનલોડ કરો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *