Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં ગુજરાતના જાણીતા સોસિયલ મીડિયા ઈંફ્લુએન્સર્સની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

(રીઝવાન આંબલીયા)

અમદાવાદ,

અમદાવાદમાં નેકસમની એપ અને ગુજરાતના જાણીતા સોસિયલ મીડિયા ઈંફ્લુએન્સર કે.પી. રાજકુમાર, કલ્પેશ ક્રેઝી ગાંડો, મયુર ક્રેઝી ગાંડો દ્વારા ગુજ્જુ યુનિટી માટે એક ખાસ સેલિબ્રિટી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના જાણીતા ઈંફ્લુએન્સર સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મયુર ચૌહાણ, નીરવ કલાલ અને જીનલ રાવલ પણ આ ક્રિકેટ મેચનો ભાગ બન્યા હતા અને સૌએ સાથે મળીને આ ફ્રેન્ડલી રમત રમી હતી.

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલ બીબીપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ 2 દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના જાણીતા સોસિયલ મીડિયા ઈંફ્લુએન્સર દ્વારા સોશિયલ કાર્ય માટે અને ગુજરાતના ઈંફ્લુએન્સરની એકતા જાળવવા માટે આ યુનિટી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના જાણીતા ઈંફ્લુએન્સર સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મયુર ચૌહાણ, નીરવ કલાલ અને જીનલ રાવલ પણ આ ક્રિકેટ મેચનો ભાગ બન્યા હતા અને સૌએ સાથે મળીને આ ફ્રેન્ડલી રમત રમી હતી. ગુજરાતમાં સૌપ્રથમવાર મહિલા ઈંફ્લુએન્સરોએ પણ આ ક્રિકેટ મેચ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને વિજેતા પણ બન્યા હતા.

આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં સૌથી મોટો ભાગ નેકસમની એપ તરફથી ગૌરવ સાવલિયાનો રહ્યો હતો અને તેમના દ્વારા જ આ મેચને સ્પોન્સર કરવામાં આવી હતી. ગૌરવ સાવલિયા એ એક સામાન્ય પરિવારમાંથી આવતા યુવક હાલમાં આ એપ થકી આગળ આવી 1 લાખથી વધુ યુઝર્સની ટીમ ધરાવી રહ્યા છે અને જેમના દ્વારા આ પુરી ટૂર્નામેન્ટને સ્પોન્સર કરવામાં આવી હતી.

નેકસમની એપ એ એક એવી ડિજિટલ એપ છે જેમાંથી રિચાર્જ, શોપિંગ કે અન્ય કોઈપણ ખરીદી ઉપર ગેરેન્ટેડ કેશબેક મળે છે અને ગુજરાતના સૌ જાણીતા ઈંફ્લુએન્સર પણ આ એપ સાથે જોડાયા છે કારણ કે આ એક એવી એપ છે જેના દ્વારા લોકો ફક્ત ઓનલાઈન આ એપને શેર કરી પૈસા કમાઈ શકે છે. ડીજીટલ ઈન્ડિયાના સૂત્ર સાથે કાર્ય કરતી આ મેડ ઇન ભારત એપના 40 લાખ કરતા વધારે ઉપયોગકર્તા લોકો પુરા ભારતમાં છે અને આવતા વર્ષોમાં 5 કરોડથી વધુ યુઝર્સ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

આ ક્રિકેટ મેચના આયોજન સાથે જ નેકસમની એપ અને ગુજરાતના જાણીતા સોસિયલ મીડિયા ઈંફ્લુએન્સર એક જ મંચ પર લાવવાના ભવિષ્યમાં બીજા પ્રયાસો પણ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *