Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

એક જ સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ૭૫ રુપિયા સુધીનો વધારો

સિંગતેલના ભાવમાં ૨૦ રુપિયાનો વધારો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રુપિયા ૭૫નો વધારો થયો છે.

અમદાવાદ,તા.૧૧
મધ્યમવર્ગના લોકોને અસર કરતા સમાચાર સામે આવ્યા છે. એક તરફ શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યાં હવે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. માત્ર એક સપ્તાહમાં જ સિંગતેલના ભાવમાં ૭૫ રુપિયા સુધીનો વધારો થયો છે.

સિંગતેલના ભાવમાં ૨૦ રુપિયાનો વધારો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રુપિયા ૭૫નો વધારો થયો છે. ૨૦ રૂપિયાના વધારા સાથે નવો ભાવ ૨૮૯૦થી ૨૯૪૦ રૂપિયા થયો છે. સિંગતેલના ભાવ હજુ પણ વધે તેવી શક્યતા સેવાઇ રહી છે. જ્યારે કપાસિયા તેલના ભાવો સ્થિર રહેશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *