Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ફતેહવાડી વિસ્તારમાં ભૂવો પડતા એક્ટિવા ચાલક ગાડી સાથે ભૂવામાં પડી ગયો

(અબરાર એહમદ અલવી)

અમદાવાદ,તા.૨૯

શહેરના મકતમપુરા વોર્ડના ફતેહવાડી કેનાલ પાછળના વિસ્તારમા RCC રોડ મિન્હાજ પાર્ક સામે મેઈન ડ્રેનેજ લાઇન લીકેજ થતાં 20થી 30 ફૂટનો ભૂવો પડી ગયો છે.
આકીબ નામના વ્યક્તિ તેમની સફેદ કલરની એક્ટિવા સાથે ભૂવામાં પડી ગયા હતા. સદનસીબે સ્થાનિક લોકોએ સમય સૂચકતા દાખવી રસ્સો ફેંકી તેમને બચાવી લીધા હતા. એક્ટિવા સાથે ભૂવામાં પડતા શખ્સની CCTV વીડિઓ વાયરલ થઇ રહી છે જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આ શખ્સ પોતાની એકટીવા સાથે ભૂવામાં પડે છે.

વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ સુધીની સુએજ પાણીની 2 હજાર ડાયામીટરની લાઈન જાય છે. જેમાં જુહાપુરામાં ભૂવો પડ્યો હતો. મોડી રાત્રે અહીં રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *