નવી દિલ્હી, તા. ૨૧
દુનિયાના બીજા દેશો જ્યારે પોતાના ડિપ્લોમેટ્‌સ અ્‌ને નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવી રહ્યા છે ત્યારે ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે. એટલુ જ નહીં ચીને અફઘાનિસ્તાનમાં પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે અને ચીની નાગરિકોને ઈસ્લામિક રિતી રિવાજાેનુ પાલન કરવા માટે સલાહ આપી છે. અફઘાનિસ્તાનમાં ચીનની કોન્સ્યુલેટ દ્વારા નાગરિકોને કહેવામાં આવ્યુ છે કે, અફઘાનિસ્તાનમાં સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે કપડા પહેરવાની અને જાહેર સ્થળોએ એ જ પ્રકારે જમવાનુ રહેશે. ચીને પોતાના નાગરિકોને ભારપૂર્વક અહીંની પ્રથાઓનુ પાલન કરવા માટે આગ્રહ કર્યો છે. સાથે સાથે ચીને પોતાના નાગરિકોને કાબુલ અને બીજા અશાંત વિસ્તારોથી દૂર રહેવા માટે પણ ચેતવણી આપી છે. બીજી તરફ અમેરિકન કોન્સ્યુલેટે પણ કાબુલ એરપોર્ટ બહાર ખતરો હોવાનુ જાહેર કરીને અમેરિકન નાગરિકોને એરપોર્ટ તરફ નહીં જવા માટે કહ્યુ છે. ચીનને લાગે વળગે છે ત્યાં સુધી ચીને તાલિબાનને માન્યતા આપવાની સાથે સાથે અફઘાનિસ્તાનમાં પોતાનુ પ્રભુત્વ વધારવા માટે સ્પષ્ટ સંકેતો આપી દીધા છે અને તેમાં તેને તેના મિત્ર પાકિસ્તાનનો સાથ પણ મળી રહ્યો છે.

(જી.એન.એસ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here