Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

પવિત્ર હજયાત્રા માટે સાયકલની સવારી !

(અબરાર એહમદ અલવી)

દરેક મુસ્લિમનું સપનું હોય છે કે તે જીવનમાં એકવાર હજયાત્રા પર જાય. આ ઈચ્છાને કારણે ક્યારેક કેટલાક લોકો હજ કરવા માટે સૌથી મુશ્કેલ રસ્તો પાર કરવા તૈયાર થઈ જાય છે. તાજેતરમાં એક વાયરલ થયેલા આ વિડિયો પરથી તેનો અંદાજો લગાવી શકાય છે, જેમાં એક અફઘાન શખ્સ સાઇકલ પર હજ યાત્રાએ જતો જોવા મળે છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળી રહેલા શખ્સનું નામ નૂર અહેમદ હોવાનું જાણવા મળ્યું છે, જે અફઘાનિસ્તાનનો રહેવાસી છે. નૂર અહેમદને વિશ્વભરના મુસ્લિમો માટે પ્રેરણા તરીકે જોવામાં આવી રહ્યાં છે. તેમના આ જુસ્સાને જોઈને બધા તેમને સલામ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે નૂર અહેમદે હજ કરવા માટે સાઇકલનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનથી સાઉદી અરેબિયા સુધીનો રસ્તો સાડા ચાર હજાર કિલોમીટરથી વધુ લાંબો છે. સાઇકલ પર આટલો લાંબો રસ્તો પાર કરવો મોટો પડકાર છે. સોશિયલ મીડિયા પર નૂર અહેમદનો વીડિયો જોયા બાદ લોકો તેમના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *