Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા દેશ

‘એવરેસ્ટ ફિશ કરી મસાલા’માં કેમિકલ મળતા સિંગાપોર સરકારે મસાલા પર પ્રતિબંધ મુક્યો

સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, જેણે પણ આ મસાલાનું સેવન કર્યું છે તેણે તેનું સેવન બંધ કરવું જાેઈએ. જાે કોઈને કોઈ સમસ્યા થવા લાગે છે, તો તેણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જાેઈએ.

સિંગાપોર,
ભારતની પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં મુકાઈ છે. સિંગાપોર સરકારે એવરેસ્ટના ફિશ કરી મસાલાને તાત્કાલિક બજારમાંથી પરત લેવાના આદેશ જાહેર કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, એવરેસ્ટના ફિશ કરી મસાલામાં ઇથિલિન ઓક્સાઈડ મળી આવ્યું છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

હવે આ દાવો પણ ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે સિંગાપોરની ફૂડ સેફ્ટી એજન્સી (FSA)એ તપાસ બાદ મસાલામાં ઈથિલિન ઓક્સાઈડની માત્રા મળી આવી છે. હવે ફૂડ સેફ્ટી એજન્સી (FSA) કહે છે કે Ethylene Oxideનો ઉપયોગ ખોરાકમાં કરી શકાતો નથી. તે ચોક્કસપણે જંતુનાશક તરીકે ખેતરોમાં વપરાય છે, હાલમાં સિંગાપોરમાં તેને ફૂડમાં ઉમેરવાની પરવાનગી આપવામાં આવી નથી. આ કારણથી એવરેસ્ટની ફિશ કરી મસાલાને બજારમાંથી પરત મગાવવાની વાત ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આયાતકાર એસપી મુથૈયા એન્ડ સન્સ Pte લિમિટેડને માર્કેટમાંથી તમામ પ્રોડક્ટ્‌સ પરત મંગાવવા માટે સૂચના આપવામાં આવી છે.

સિંગાપોરની ફૂડ સેફ્ટી એજન્સી (FSA)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘હોંગકોંગના ફૂડ સેફ્ટી સેન્ટરે ભારતમાંથી આયાત કરાયેલ એવરેસ્ટ ફિશ કરી મસાલાને પરત મગાવવા માટે નોટિસ જાહેર કરી છે. તેમાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે. જીહ્લછ વતી, આયાતકાર Sp Muthiah & Sons Pte Ltdને આ મસાલાને બજારમાંથી પાછા મંગાવવાની સમગ્ર પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. અત્યારે તો સિંગાપોર સરકાર ચોક્કસપણે કહી રહી છે કે, તેના સેવનથી સ્વાસ્થ્યને કોઈ સીધું નુકસાન થતું નથી, પરંતુ જાે લાંબા સમય સુધી તેનું સેવન કરવામાં આવે તો નુકસાન થઈ શકે છે.

સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, જેણે પણ આ મસાલાનું સેવન કર્યું છે તેણે તેનું સેવન બંધ કરવું જાેઈએ. જાે કોઈને કોઈ સમસ્યા થવા લાગે છે, તો તેણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જાેઈએ. જાે કે, એવરેસ્ટ કંપનીએ અત્યાર સુધી આ વિવાદ પર કંઈ કહ્યું નથી, પરંતુ ભારત સરકાર તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ સમગ્ર મામલે એવરેસ્ટ કંપનીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. એવરેસ્ટ એક ભારતીય MNC છે, જેની વાર્ષિક આવક આશરે રૂ. ૫૦૦ કરોડ છે. એવરેસ્ટ મસાલા કંપનીનો પાયો વાડીલાલ શાહે નાખ્યો હતો, જેનું ૪ વર્ષ પહેલા મુંબઈમાં અવસાન થયું હતું.

 

(જી.એન.એસ)