Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

રાજસ્થાન સ્કૂલ મામલે ધોરણ-૯ હિન્દી મીડિયમના વર્ગો બંધ નહીં કરવા DEOનો મહત્ત્વનો આદેશ

DEOએ જણાવ્યુ કે, કોઈ પણ ગ્રાન્ટેડ શાળા અચાનક વર્ગ બંધ કરવા નિર્ણય ના લઈ શકે. ગ્રાન્ટેડ શાળાએ વર્ગ બંધ કરવાની અરજી ૬ મહિના પૂર્વે કરવાની રહે છે.

અમદાવાદ,તા.૨૪
અમદાવાદ ખાતે આવેલી રાજસ્થાન સ્કૂલ છેલ્લા કેટલાક દિવસોથી વિવાદમાં આવી છે. રાજસ્થાન સ્કૂલ મામલે DEOએ મહત્ત્વનો આદેશ આપ્યો છે. ધોરણ -૯ હિન્દી મીડિયમના વર્ગો બંધ નહીં કરવા આદેશ કરાયો છે.

નિયમ મુજબ સંસ્થાએ શાળા બંધ કરવાની અરજી આપવાની હોય છે. DEOના જણાવ્યા અનુસાર શાળાને નિયમ અનુસાર જ્ઞાન સહાયક શિક્ષક મળે પરંતુ શાળાએ નહીં લીધા હોવાની માહિતી આપી છે. ધોરણ ૯ હિન્દી મીડિયમના બાળકોને એડમિશન આપવા શાળાને સૂચના આપી છે. આ સાથે જ DEOએ જણાવ્યુ કે, કોઈ પણ ગ્રાન્ટેડ શાળા અચાનક વર્ગ બંધ કરવા નિર્ણય ના લઈ શકે. ગ્રાન્ટેડ શાળાએ વર્ગ બંધ કરવાની અરજી ૬ મહિના પૂર્વે કરવાની રહે છે.

અમદાવાદની રાજસ્થાન શાળામાં અચાનક વાલીઓને બોલાવી વિદ્યાર્થીઓના LC આપ્યાની ઘટના બની હતી. જેમાં LC આપવાનું કારણ શાળામાં શિક્ષક ન હોવાનું આપવામાં આવ્યુ હતુ. જેના કારણે વાલીઓમાં રોષ જાેવા મળ્યો હતો.

 

(જી.એન.એસ)