Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ફિલ્મ ‘રેડ ૨’માં રિતેશ દેશમુખ વિલનના રોલમાં જાેવા મળશે

રાજકુમાર ગુપ્તાના નિર્દેશનમાં બની રહેલી ‘રેડ ૨’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં જાેવા મળશે. જયારે રિતેશ દેશમુખ વિલનના રોલમાં હશે. બંને પહેલા પણ સાથે જાેવા મળ્યા છે. આ પહેલા બંને કલાકારો ઈન્દ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં કોમેડી કરતા જાેવા મળ્યા હતા, ત્યારે ‘રેડ ૨’માં બંનેનો રોલ ‘ટોટલ ધમાલ’ કરતા બિલકુલ અલગ છે. આ ફિલ્મમાં બંને પાત્રો એકબીજા સાથે આમને સામને જાેવા મળશે. રિતેશ દેશમુખ વિલનનો રોલ પ્લે કરવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે.

અજય વર્સેસ રિતેશની ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઈ ગઈ છે. રિપોર્ટ્‌સ મુજબ આ ફિલ્મ ૧૫ નવેમ્બર ૨૦૨૪ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે જેનું શૂટિંગ એક-બે રાજ્યોમાં નહીં પરંતુ દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં મોટા પાયે થવાનું છે. આ ફિલ્મમાં અજય સાથે વાણી કપૂર ફીમેલ લીડમાં હશે. ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે. “રેડ ૨” અજયની આ વર્ષની બીજી મોટી સિક્વલ ફિલ્મ છે.

રિતેશ દેશમુખની વાત કરીએ તો તેણે વર્ષ ૨૦૦૦માં ફિલ્મ ‘તુઝે મેરી કસમ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘ટોટલ ધમાલ’, ‘હાઉસફુલ’, ‘હે બેબી’, ‘હમશકલ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં તેની એક્ટિંગ પણ જબરદસ્ત હતી. કોમેડી, રોમાન્સ અને પોઝિટિવ રોલ સિવાય તેણે નેગેટિવ રોલમાં પણ પોતાની ઓળખ બનાવી છે. રિતેશ ૨૦૧૪ની ફિલ્મ ‘એક વિલન’ અને ‘મરજાવાં’માં પડદા પર ખૂબ જ સારી રીતે નેગેટિવ રોલ પ્લે કર્યો હતો. હવે તે અજય દેવગનની ફિલ્મમાં પણ વિલનનો રોલ પ્લે કરવા જઈ રહ્યો છે.