Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા દેશ

ભૂતાનમાં PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે. પીએમ મોદીએ આ માટે ભૂતાનના રાજાનો આભાર માન્યો હતો.

ભુતાન,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભુતાનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. ભૂતાનમાં આ સન્માન મેળવનાર તે પ્રથમ વ્યક્તિ છે જેમને અન્ય દેશના વડા તરીકે આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.

ભૂતાનમાં, ‘ઓર્ડર ઓફ ધ ડ્રૂક ગ્યાલ્પો’ અત્યાર સુધી માત્ર ભૂતાની વ્યક્તિઓને જ આપવામાં આવ્યો છે. ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે તેમની મુલાકાતના પહેલા જ દિવસે પીએમ મોદીને આ એવોર્ડથી સન્માનિત કર્યા છે. અત્યાર સુધી આ એવોર્ડ માત્ર ચાર પ્રતિષ્ઠિત લોકોને આપવામાં આવ્યો છે. અગાઉ ૨૦૦૮માં આ એવોર્ડ રોયલ ક્વીન આશી કેસાંગ વાંગચુકને આપવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે. પીએમ મોદીએ આ માટે ભૂતાનના રાજાનો આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે, આ એવોર્ડ માત્ર ભૂતાનના સ્થાપિત પદો માટે જ આપવામાં આવ્યો હતો. તેને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ગણવામાં આવે છે.

આ પુરસ્કાર ૨૦૦૮માં જ ભૂતાનના ૬૮મા ખેન્પો તેનઝીન ડેટઅપને આપવામાં આવ્યો હતો. ૨૦૧૮માં જે ખેન્પો ટ્રૂલ્કુ નગાવાંગ જિગ્મે ચોએદ્રાને પણ આપવામાં આવ્યું હતું. જે ખેન્પો ભૂતાનની મધ્ય મઠના સંસ્થાના વડા છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે ભૂતાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જાેરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ ભૂતાનના યુવાનોના જૂથે શુક્રવારે દેશમાં તેમનું સ્વાગત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખેલા ગરબા ગીત પર ડાન્સ કર્યો હતો. અગાઉ, વડા પ્રધાન મોદી ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ હેઠળ ભૂતાન સાથે ભારતના અનન્ય સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે બે દિવસની રાજ્ય મુલાકાતે ભૂતાન પહોંચ્યા હતા.

 

(જી.એન.એસ)