Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

ગુજરાતી ફિલ્મ “યા દેવી સર્વ ભૂતેષુ”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા)

એક રીયલ સસ્પેન્સ ડ્રામા અને થ્રીલર તેમજ હોરર સબ્જેક્ટ લઈને બહુ જ સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે

શહેરમાં “યા દેવી સર્વ ભૂતેષુ” ( ) જોરદાર ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું.

હવે ગુજરાતી ફિલ્મોમાં એક રીયલ સસ્પેન્સ ડ્રામા અને થ્રીલર તેમજ હોરર સબ્જેક્ટ લઈને બહુ જ સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે, તાજેતરમાં બે વિકમાં આ ફિલ્મો “નાસૂર”, “મૌનમ” અને હાલમાં રિલીઝ થયેલી “યા દેવી સર્વભૂતેષુ” આવી ગઈ.

ફિલ્મોના સબ્જેક્ટ પણ એટલા સરસ હોય છે કે, બોલિવૂડને પણ ફિલ્મો બનાવવાનું મન થાય છે દાખલા તરીકે ફિલ્મ “વંશ”.

“યા દેવી સર્વભૂતેષુ” ફિલ્મનું મુખ્ય પાત્ર છે કવિશા સંઘવી એક્ટિંગ અને અવાજ ઉપરથી પહેલી નજરમાં રાની મુખરજીની યાદ આવી જાય, નંબર બે આટલી સરસ સ્ટોરીને જોવા માટે હવે આપણે પ્રેક્ષક તરીકે ગુજરાતી ફિલ્મોમાં પણ બોલીવુડની નજર રાખવી પડશે. મતલબ કે, પ્રેક્ષકોએ હવે નવી બોલીવુડ સ્ટોરી અને ગુજરાતીમાં આવકારવા માટે મેચ્યોર થવાની જરૂર છે, અને એમની સાથે સપોર્ટમાં જેટલા પણ કલાકારો છે, તેમાંથી કોઈ એકનું નામ રહી જશે તો પણ ખોટું ન લાગે માટે કોઈ નામ મેનસન નથી કરતા બધા જ કલાકારો પોતપોતાના રોલમાં એકદમ પરફેક્ટ કામ કરી રહ્યા છે, મંજાયેલા છે, રંગમંચના છે.

નવા જમાનાના જનરેશનને આ ફિલ્મ અચૂક જોવા જેવી છે, ફેમિલી સાથે પણ રજાઓમાં માણી લો, અને ખરેખર નવા નવા સબજેક્ટને ગુજરાતીમાં વધાવી લો..!  આવી ફિલ્મ બનતી રહે વારંવાર બનતી રહે ફિલ્મ સાથે સંકળાયેલા તમામ ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા…

 

 

Cast,
Kavisha Sanghvi
Nisarg Trivedii
Mukesh Rao
Kinnal Nayak
Artist/actor/anchor Chilka prit
Parmeshwar Sirsikar
Atul Lakhani
Shilpa Thaker
Viral Kukadiya
Abhay Nagar
#anaiyaa Patel (child Devika)
Mudresh Patel
Aarav Patel
#director , Amit Ramesh Rughani

#producer , Aarav Patel
#storytelling , #Amit_Ramesh_Rughani
#musician : sumant K