Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ” મહા અધિવેશન 2024 સંપન્ન

આ કાર્યક્રમ “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ”નું આયોજન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા અને અમદાવાદ જીલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

અમદાવાદ,તા.૨૧

શહેરના વસ્ત્રાલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ”નું મહાઅધિવેશન  યોજવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં પત્રકારો આ મહા અધિવેશનમાં આવ્યા હતા.

આ પ્રોગ્રામના આમંત્રિત મહેમાનોમાં આઇપીએસ (IPS) સફીન હસન, સુરેન્દ્રભાઈ બક્ષી, ધર્મેશભાઈ શાહ, જીતુભાઈ પંડયા, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી હાર્દિકકુમાર યોગેશભાઈ વ્યાસ (સિલ્વર ઓફ કોલેજ પ્રતિનિધિ), શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા, શ્રી જીગરભાઈ, ગજ્જર, શ્રીરામનભાઈ ભરવાડ, શ્રી અરવિંદભાઈ વેગડા હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆતમાં અરવિંદભાઈ વેગડા (ભાઈ ભાઈ ફેમ) એ સંગીતના સુર રિલાવ્યા હતા અને પત્રકારોને સંગીતના સુરે જુમતા કરી દીધા હતા. લોક ડાયરા કલાકાર રમનભાઈ ભરવાડ દ્વારા ગીતોની રમઝટ બોલાવી હતી અને વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું.

એન્કર દેવર્ષિભાઈએ દીપ પ્રાગટ્ય માટે સર્વ મહાનુભાવોને આમંત્રિત કર્યા હતા. દીપ પ્રાગટ્યની અંતે પત્રકાર એકતા પરિષદ અને ભારત માતાની જય બોલાવવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ, ઉપપ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમદાવાદના મહા અધિવેશનમાં યુવા આઇપીએસ અધિકારી સફીન હસન દ્વારા પત્રકારો અને પોલીસ વચ્ચેના એકબીજાના પૂરક હોવાની વાત કરી હતી. પત્રકારોના કાર્ય અને પોલીસના કાર્ય અંગે ચર્ચા કરી હતી. IPS સફીન હસને બંધારણના ચોથા સ્તંભ એવા પત્રકારોને બિરદાવ્યા હતા. અમદાવાદમાં થઈ રહેલી ટ્રાફિકની સમસ્યાઓ અને તે સમસ્યાને સંપૂર્ણપણે દૂર કરવાની કરેલા કામની વાત કરી હતી તેમજ તેમના દુરદર્શી વિચારો દ્વારા ટ્રાફિકની આમ જનતાની મુશ્કેલીઓ દૂર કરવાની વાત કરી હતી.

પત્રકાર એકતા પરિષદના ગુજરાત પ્રમુખ દ્વારા ગુજરાતની નવી કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી અને કારોબારી સભ્યો જિલ્લા પ્રમુખો, જોન પ્રભારીઓ, સહ પ્રભારીઓ, કોઓર્ડીનેટરોને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તેમજ ટ્રોલી બેગ અને બેગ દ્વારા સન્માનિત કર્યા હતા.

પ્રદેશ ઉપપ્રમુખ ધર્મેશભાઈ વસંત દ્વારા પત્રકારોને કસ્ટમ ઓફિસના ભ્રષ્ટાચારનો પડદાફાસ કરનાર લોક ફરિયાદ ન્યુઝની વાત કરી હતી. સાપ્તાહિક પેપરમા ભ્રષ્ટાચારના સમાચાર છાપો તો સરકાર કાર્યવાહી કરી રહી છે પત્રકારની એકતા અને અખંડિતતા જાળવવા જણાવ્યું અને આગામી સમયમાં બહુ મોટું સંમેલન યોજવાની પણ વાત કરી હતી તેમજ સંગઠનને મજબૂત કરવા માટે હાકલ કરી હતી.

પત્રકાર એકતા પરિષદ અમદાવાદ અને અમદાવાદની ટીમ વતી પ્રમુખ હસમુખભાઈ પટેલ દ્વારા પ્રોગ્રામમાં મદદ કરનાર દાતાઓ તેમજ દરેક સહભાગી પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને અંતે પત્રકાર મિત્રોએ સાથે ભોજન કરી છૂટા પડ્યા હતા.