Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : PGમાં દારૂની મહેફિલ ઝડપાઈ, બે યુવતી સહિત સાત લોકોને પકડવામાં આવ્યા

પકડાયેલ બે યુવતી સહિત સાત લોકોની સામે પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ,તા. ૨૨
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ શાંતિ ટાવરમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. પીજીમાં રહેતી યુવતી દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહેફિલની  જાણ થતાંની સાથે જ સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. તેના પગલે પોલીસે ઘટના સ્થળ પર દરોડો પાડીને તેમની ધરપકડ કરી હતી.

સ્થાનિકોને પોલીસે જણાવ્યું છે કે, આ રીતે દારૂની પાર્ટીનું આયોજન કરનારા સામે સૂચના આપવી જ જોઈએ, આવી રીતે રહેણાક વિસ્તારોમાં દારૂની પાર્ટીનું આયોજન કરનારા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. પકડાયેલ બે યુવતી સહિત સાત લોકોની સામે પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(જી.એન.એસ)