Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : “કેસરીયા યુથ ફેડરેશન” દ્વારા કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે નિઃશુલ્ક છાશ વિતરણ કેમ્પનું આયોજન

છેલ્લા ઘણા વર્ષોથી કાળઝાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે “કેસરીયા યુથ ફેડરેશન” દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે.

અમદાવાદ,તા.૦૭
શહેરના મણીનગર ખાતે રવિવારના દિવસે “કેસરીયા યુથ ફેડરેશન” દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, ઈસનપુર વોર્ડ કાઉન્સિલર શંકરભાઈ ચૌધરી, કાઉન્સિલર મૌલિકભાઈ પટેલ ઈસનપુર વોર્ડ સંગઠન પ્રમુખ રામકિશનભાઈ યાદવ, પુવઁ કાઉન્સીલર પુલકીત વ્યાસ, ઈસનપુર વોર્ડ યુવા મોરચા પ્રમુખ ચિંતનભાઈ પટેલ, દિપકભાઈ પવાર, સંજયભાઈ ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ રહીને ઉત્સાહ વધાર્યો હતો.

“કેસરીયા યુથ ફેડરેશન”ના પ્રમુખ અને પૂર્વ એ.એમ..ટી.એસ કમિટીના સભ્ય, ડી.આર.યુ.સી.સી.ના સભ્ય શાદુઁલભાઈ દેસાઈ (શાહ) તથા કેસરીયા યુથ ફેડરેશનના સભ્યો શરદભાઈ પટેલ, રાકેશભાઇ મહેતા, નિશ્ચલભાઈ પટેલ, ધ્રુમિત ઠક્કર, પરેશભાઈ પટેલ, દીપેશભાઈ સથવારા, જય દેસાઇ, નરેન્દ્રભાઇ શર્મા દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી કાળઝાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે “કેસરીયા યુથ ફેડરેશન” દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે.