Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સુરત : ST બસ ખીણના કિનારે લટકતા મુસાફરોના જીવ અધ્ધર થયા, પછી…

માલેગાંવથી સુરત આવતી બસનો અકસ્માત થયો.

ચરણમાળ ઘાટના વળાંક પર બ્રેક ફેઈલ થતા સર્જાયો અકસ્માત.

અકસ્માતમાં બાળકો સહિત 20 મુસાફરો થયા ઈજાગ્રસ્ત.

છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજરોજ ગુજરાતની GSRTC બસનો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં માલેગાંવ-સુરત બસનો અક્સમાત થયો હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રની માલેગાંવથી સુરત જતી બસ પલટી મારી જતા 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રની માલેગાંવથી સુરત જતી GSRTC બસને અકસ્માત નડ્યો. GSRTC બસ માલેગાંવથી સુરત આવી રહી હતી. તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. નવાપુરના ચરણમલ ઘાટ નજીક બસ પલટી મારી જતાં બસમાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ચરણમાળ ઘાટના વળાંક પર બસની એક્સલ તુટી જતા બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જેથી બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ ઘાટમાં અથડાઈ ગઈ હતી. બસમાં આશરે 30 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી બાળકો સહિત 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી. જ્યારે બસમાં સવાર વધુ 6 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મહત્વનું છે કે, અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 અને પોલીસને અકસ્માત અંગેની જાણકારી આપી હતી. આસપાસના લોકો દ્વારા ઈજાગ્રસ્તોને બસની બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે નવાપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સ્થાનિક બોરઝર ગ્રામજનોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, GSRTC બસ અકસ્માત સર્જાતા લોકોનો જીવ તાડવે ચોંટી ગયો હતો. બસ ઘાટ સાથે અથડાતા બસનો આગળનો ભાગ નીચેની સાઈડ નમી ગયો હતો. જેથી સ્થાનિકોની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે બસ સ્ટેશનોમાં જૂની ભંગાર થયેલી બસોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી અવારનવાર GSRTC બસના અક્સમાતની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં કેટલાક મુસાફરોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે ફરી એકવાર અકસ્માત સર્જાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *