Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ ગુજરાત

શું ગુજરાતમાં કેજરીવાલનો ટાર્ગેટ વોટબેંક ઉભી કરવાનો કે સત્તા મેળવવાનો છે??!…

હાલમાં આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં કોઇ મજબુત ચહેરો નથી. રાજ્યમાં અરવિંદ કેજરીવાલના સહારે ચૂંટણી લડાઇ રહી છે.

અમદાવાદ,

ગુજરાતના રાજકારણમાં દિલ્હીની આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ કોંગ્રેસમાં તરખાટ મચાવી દીધો છે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેલાતાં આ જંગમાં આપ (AAP)ની એન્ટ્રી ત્રિપાંખીયા જંગમાં ફેરવાઇ ગઇ છે. પરંતું, શું કેજરીવાલ ગુજરાતમાં સત્તા સુધી પહોચવામાં સફળ થશે કે કેમ તેને લઇને રાજકીય વિશ્લેષકોમાં બે મત પ્રવર્તે છે. પરંતું, મુખ્યત્વે રાજકીય વિશ્લેષકો ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીને કેજરીવાલની ૨૦૨૪ની લોકસભા ચૂંટણીની રણનીતિ તરીકે જાેઇ રહ્યા છે.

હાલમાં ગુજરાતમાં કેજરીવાલની સક્રિયતા રાજ્યમાં પોતાની મજબુત વોટબેંક ઉભી કરવા માટે થઇ રહી હોવાનું માને છે. કેજરીવાલ રાજકારણના સર્વગ્રાહી અને અનુભવી ચહેરા સિવાય મેદાન સર કરવા માંગતા નથી. પરંતું, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અને ૨૦૨૭ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સોફ્ટ રાજકીય પાસાં ફેકી રહ્યા છે. જાે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ કોંગ્રેસની પરંપરાગત વોટબેંકમાં ૨૦ ટકા આસપાસ ગાબડું પાડી શકશે અને કોંગ્રેસને સત્તાથી દૂર રાખશે ગુજરાતનું ભવિષ્ય આમ આદમી પાર્ટી બની શકશે. હાલમાં આમ આદમી પાર્ટી પાસે ગુજરાતમાં કોઇ મજબુત ચહેરો નથી. રાજ્યમાં અરવિંદ કેજરીવાલના સહારે ચૂંટણી લડાઇ રહી છે. ત્યારે, આમ આદમી પાર્ટી ૨૦૨૨ના જંગમાં પોતાનું પોતાના જનાધાર મજબુત કરી મજબુત વિપક્ષ આપવાની ગણતરી સાથે મેદાનમાં હોય તેવું રાજકીય વિશ્લેષકો માને છે. આ રીતે આમ આદમી પાર્ટી ભાજપ કરતાં કોંગ્રેસની હરિફ વધુ જાેવા મળી રહી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *