Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

રાજપીપળા : જીતપુરા યુનિટી હોટલ પાછળથી જુગાર રમતા ત્રણ જુગારીયા પકડાયા, ત્રણ નાસી જતા વોન્ટેડ

સાજીદ સૈયદ, નર્મદા

રાજપીપળા નજીક કેવડિયા રોડ ઉપર આવેલા જીતપુરા પાસે આવેલ યુનિટી હોટલ પાછળ કોતરમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની માહિતી મળતા રાજપીપળા ટાઉન પોલીસે દરોડો પાડી 3 જુગરિઓને 17,920ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે 3 જુગારીયા નાસી જવામાં સફળ થતા પોલિસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.

રાજપીપળા ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, રાજપીપળા નજીક  કેવડિયા રોડ ઉપર આવેલ જીતપુરા ગામ પાસે યુનિટી હોટલ પાછળ કોટરમાં 6 જેટલા ઈસમો પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે, જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવીને દરોડો પાડતા 3 ઈસમો સ્થળ ઉપરથી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જેમાં અનિલભાઇ અંબાલાલ વસાવા રહે. ગોપાલપુરા તળાવ ફળીયુ, આકાશભાઇ અશોકભાઇ વસાવા રહે.સિંધિવાડ રબારી ફળીયુ રાજપીપલા, ભુપેન્દ્રભાઇ શાંતીલાલ તડવી રહે. સમારીયા બાલવાડી ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદાનો સમાવેશ થાય છે,

પોલીસે પકડાયેલા આરોપીની અંગ ઝડતી અને દાવ ઉપર લાગેલ રોકડ રકમ સહિત કુલ 17,920નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ દરોડામાં નાશી જવામાં સફળ થનાર ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *